ધોરાજીના મુસ્લિમ યુવાન ઉપર સગીરાના પિતાએ કરેલી ફરિયાદ રદ કરવા અપાયો આદેશ
સગીર વયની મુસ્લિમ યુવતીનું યુવક સાથે નિકાહનામુ થયું હોય તો કોઈ રીતે સગીરા ઉપર બળાત્કાર કરાયો હોવાનો કેસ દાખલ થઈ શકે નહી તેવું કોર્ટ દ્વારા એક ચૂકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ધોરાજીના આરીફ અફવાને ૧૬ વર્ષની ફરીદા સાથે લગ્ન કર્યા હતા. આ નિકાહ બાદ સગીરાના પિતાએ યુવક સામે ફરિયાદ દાખલ કરી હતી જેમાં સગીરાનું શારીરીક શોષણ કરવામાં આવ્યું હોવાનું અને લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતુ.
આ ફરિયાદને રદ કરવા માટે યુવાને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અલગ અલગ ચૂકાદાઓને ધ્યાને રાખીને આરીફ અફવાન સામેની એફઆઈઆર રદ કરવા માટેનો આદેશ આપ્યો હતો કોર્ટે સુનાવણી દરમ્યાન ટાંકયું હતુ કે, મુસ્લિમોનાં શરીયાના કાયદા પ્રમાણે ૧૫ વર્ષિય સગીરાને પરિપકવ ગણવામાં આવે છે. અને તે સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે છે.આ અગાઉ આવા જ એક કેસમાં ૨૮ વર્ષિય યુનુશ શેખ સામે પોકસોની ફરિયાદ પણ રદ કરવામાં આવી હતી.
ધોરાજીના કેસમાં પણ યુવક અને યુવતી સાથે હતા પણ યુવતીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવીને કાયદાકીય કાર્યવાહી શ‚ કરી હતી. જોકે નિકાહનામુ કાયદેસર ગણવામાં આવે છે અને મુસ્લિમ કાયદા પ્રમાણે ૧૫ વર્ષની સગીરા પરિપકવ ગણાતી હોવાથી અપહરણ અને બળાત્કારનો કેસ ન બની શકે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હતુ.