કાગડાના ક્યાં સંકેતો શુભ છે અને ક્યાં સંકેતો અશુભ છે…???
હિંદુ સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોમાં એવી અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે શુભ અને અશુભ સંકેતો આપતા હોય છે. જેમાં અનેક ઘટનાઓ અને પરિસ્થિતિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તો હવે આ સંકેતો ક્યાંથી મળે છે એ જાણવું પણ ખુબજ જરૂરી છે, ઘણા એવા સંજોગો હોય જયારે ભવિષ્યમાં ઘટનારી ઘટના અંગે પ્રાણીઓ અને પક્ષીઓના વર્તન વ્યવહાર પરથી જાણી શકાય છે. તો એવા જ કેટલાક શુભ અને અશુભ સંકિતો કાગડાના વ્યવહારથી મળી શકે છે.
કાગડો જ્યાઆરે માથા પર બેસે
કાગડો જયારે કોઈના માથા પર આવીને બેસે છે ત્યારે તે એવા સંકેત આપે છે કે એ વ્યક્તિને ધનની કમી થવાની છે અથવા તેની પ્રતિષ્ઠાને હાની પહોચવાની છે.
કાગડાનું ઘરની છત ઉપર બેસવું
જયારે પણ ઘરની છત ઉપર કાગડો બેઠો હોય અને બોલતો હોય તો તેને ભૂલથી પણ ના ઉડાડતા. જો કાગડો એવું કરતો હોય તો સમજવું કે ઘરે મહેમાન આવાના છે અને હરખના સમાચાર મળવાના છે.
કાગડો ચાંચમાં ખાવાનું લઈને ઉડે ત્યારે
જો કાગડો ચાંચમાં ખાવાનું લઈને ઉડતો જોવા મળે તો એ તમારી કોઈ મહત્વાકાંક્ષા પૂરી થવાનો સંકેત આપે છે.
એક સાથે બોલતા કાગડાં
ઘર પાસે અથવા તો છત ઉપર એક સાથે કાગડાં બોલતા હોય તો સમજવું કે પરિવારના કોઈ સભ્ય પર સંકટ આવવાનું છે.
કાગડો દક્ષીણ દિશા તરફ જોઇને બોલે તો
દક્ષીણ દિશા તરફ કાગડો બોલતો દેખાય તો એ સંકેત આપે છે કે તમારા પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થવાનું છે અથવા તો કોઈ ગંભીર બીમારી કે પછી અકસ્માતનો ભોગ બનવાના છે.
આપણી હિંદુ સંસ્કૃતિમાં અનેક એવા સંજોગો છે જે આવનારી પરીસ્થીનો સંકેત આપે છે એવું માનવામાં આવે છે. એવું ઘણીવાર બનતું હોય છે કે એ સંકેતો સાચા સાબિત થતા હોય છે પરંતુ ઘણીવાર એવું પણ બને કે એ માન્યતાઓ સાચી નથી હોતી .