અમેરિકાની નવી સરકારમાં ભારતીય મુળના અમેરિકનોનો દબદબો, ‘કમલા હેરીસ’ને ઉપપ્રમુખની જવાબદારી
વિશ્વનું સૌથી સશક્ત અને પરિપક્વ લોકતંત્રની આભા ધરાવતા અમેરિકાની આ વખતની ચૂંટણીમાં ટ્રમ્પ કાર્ડના અતિરેકથી ઉભી થયેલી રાજકીય અંધાધૂંધી અંતે સમી ગઈ છે અને નવા વરાયેલા પ્રમુખ જો બિડેન અને ભારતીય મુળના ઉપપ્રમુખ કમલા હેરીશના મંત્રી મંડળમાં એક નહીં પણ ૧૭-૧૭ ભારતીય મુળના એનઆરઆઈને ચાવીરૂપ જવાબદારી સોંપવામાં આવી છે. બુધવારે નવા રાષ્ટ્ર પ્રમુખ જો બિડેને ૪૬માં પ્રમુખ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે કમલા હેરીશ સહિત ભારતીય મુળના ૧૭ જેટલા ડિપ્લોમેટે સરકારમાં સ્થાન મેળવી ભારતનું ગૌરવ વધાર્યું છે. નવા વરાયેલા ભારતીય મુળના ૧૭ અમેરિકનોમાં કમલા હેરીશ ઉપરાંત નિરા ટંડન (ઓફિસ મેનેજમેન્ટ અને બજેટ)ની જવાબદાર સંભાળનાર અને ક્લીન્ટનની સૌથી નજીક ગણાતા હતા. ડો.વિવેક મુર્તિ (સર્જન જનરલ ઓફ યુએસએ)એ ટ્રમ્પ કાર્ડમાં પણ સારી કામગીરી કરી હતી અને કોરોના વાયરસ ટ્રાન્સફોર્સમાં પણ સારી કામગીરી કરી હતી. વનિતા ગુપ્તા જો બિડેનના (એસોસીએટ એટર્ની જનરલ) તરીકે કામગીરી કરશે. ઉજરા જયા ભારતીય મુળના અમેરિકન ડિપ્લોમેટને (સિવિલીયન સિક્યુરીટી-લોકતંત્ર અને માનવ અધિકાર)નો વિભાગ સોંપવામાં આવ્યો છે. તેના માતા-પિતા કાશ્મીરથી આવી અમેરિકામાં વસ્યા હતા. વિનય રેડ્ડી ભારતીય અમેરિકન (સ્પીચ વરાઈટીંગ)માં માહેર ગણવામાં આવે છે. ભરત રામામુર્તિને (આર્થિક સુધારા અને ગ્રાહક બાબતો) સોંપવામાં આવી છે. રામામુર્તિ વોશિંગ્ટન ડીસીમાં રહે છે. ગૌતમ રાઘવન (વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ડાયરેકટર અને પ્રમુખના વ્યક્તિગત સચિવ) તરીકે નિમાયા છે. માલા અડીગાને (નીતિ વિષયક આલેખન-ચિફ સ્ટાફ અને મુખ્ય સલાહકાર) તરીકે ફરજ બજાવશે. ગરીમા વર્માને નવા રાષ્ટ્રપ્રમુખ જો બિડેન અને હેરીશના ડિજીટલ કમ્પેઈનની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને હવે (મીડિયા એજન્સી)નું સંચાલન કરવાનું રહેશે. ભારતીય મુળના ૧૭ રત્નોનું અમેરિકન સેનેટમાં વરણી થવાથી ભારતીય મુળનો દબદબો વધુ એકવાર સિદ્ધ થયો હતો.
હું પાછો આવવાનો જ છું: ટ્રમ્પ
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે હાર સ્વીકારી લીધી હતી પરંતુ જતાં જતાં તેમણે અમેરિકાના રાજકારણમાં પોતાના પુન: પ્રવેશની લાગણી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું જાવ છું પરંતુ ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે રાજકારણમાં ફરી આવીશ. બીજી તરફ નવા રાષ્ટ્ર પ્રમુખ જો બિડેન અને વાઈસ પ્રેસીડેન્ટ હેરીશે ઈતિહાસ રચીને વ્હાઈટ હાઉસનો કબજો હસ્તગત કરવામાં સફળતા મેળવી લીધી છે. નવા પ્રમુખે આશા વ્યકત કરી છે કે, અમે આંતરીક વર્ગ-વિગ્રહ અને અશાંતિને ખત્મ કરીને શાંત અને નવા અમેરિકાનો ઉદય કરાવશું.