દિલ્હી પર એક પછી એક આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુપ્ત એજન્સીઓએ દિલ્હી પોલીસને આતંકી હુમલાનું એલર્ટ મોકલ્યું છે. ગુપ્ત એજન્સીઓનું માનીએ તો આતંકી આ ગરમીની મોસમમાં રાજધાનીમાં ભીડભાડવાળી જગ્યાઓ પર હુમલો કરવાની તૈયારીમાં છે.
ઈન્ટેલીજન્સ બ્યુરોએ દિલ્હી પોલીસને એલર્ટ મોકલીને આતંકી હુમલાી આગ્રહ કર્યો છે. આઈબીના જણાવ્યા અનુસાર, આતંકી ગ્રુપ દિલ્હીમાં આઈઈડી ી હુમલો કરી શકે છે. તે આતંકી વાહનો સો ટક્કર મારીને કે પછી નાના હયિારોી પણ ઘણા લોકો પર હુમલો કરી શકે છે.
આઈબીનું માનીએ તો આ હુમલો ભીડભાડવાળી જગ્યાઓ પર કરવામાં આવી શકે છે. આ સો જ એલર્ટમાં વિદેશી સહેલાણીઓને પણ નિશાન બનાવવાની આશંકા છે. તેના માટે આતંકી એવી જગ્યાઓને નિશાન બનાવી શકે છે, જ્યાં ઘણી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ ફરવા માટે આવે છે.
હાલમાં આતંકી હુમલાના એલર્ટ બાદ દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ વધારી દીધી છે. ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસે વિવિધ ટીમ બનાવીને અનેક સ્ળોએ સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે અને શંકાસ્પદો પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રવાસીઓની અવર જવરવાળા વિસ્તારો પર વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે.