ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું નગર છે. અમદાવાદથી ૧૨૦ કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલો ઈડરિયો ગઢ દેશ વિદેશમાં વખણાય છે પરંતુ ઈડરિયો ગઢ આજે એ સામાજિક તત્વોથી ધેરાઇ ચુક્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ રજાના દિવસોમાં આવતાં પર્યટકો પોતે અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે ઈડર ગઢ પર અને તળેટી પાસે પોલીસ પોઇન્ટ મૂકવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ઈડરિયા ગઢ ઉપર આવતા પ્રવાસીઓને લુખ્ખાતત્વોનો ભય સતાવી રહ્યો છે. જ્યારે સલામત ગુજરાતની વાત કરતા હોય ત્યારે ઈડરિયા ગઢ ઉપર આવતા પ્રવાસીઓ પોતાને અસલામત હોવાનું મહેસૂસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દેશ વિદેશમાં વખણાતો ઈડરિયા ગઢની આ ગઢને નિહાળવા માટે હજારોની સંખ્યામાં બહારથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતાં હોય છે. રજાઓ દરમીયાન અને જેમાં ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસોમાં પ્રવાસીઓ ઈડરિયા ગઢની મુલાકાત લેતા હોય છે. પરંતુ અહી આવતા કેટલાક પ્રવાસીઓનું કહેવું છે કે ગઢ ઉપર કેટલાક લુખ્ખાતત્વોએ અડ્ડો બનાવી દીધો હોવાથી પોતે અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે. અને કેટલીક વખત તો આ લુખ્ખાતત્વોની ગેંગ એકલી આવતી જતી મહિલાઓને જોઈને પોતાની હલકી માનસિકતાની હદો પણ વટાવતા હોય તેવા લોકો દ્વારા આક્ષેપો મુકવામાં આવી રહ્યા છે.
ભૂતકાળમાં પણ પ્રવાસીઓના વાહનોના કાચ તોડી નાંખવાના બનાવો આવ્યા’તા સામે
ભૂતકાળમાં પણ લુખ્ખાતત્વો દ્વારા પ્રવાસીઓના વાહનોના કાચ તોડી નાંખવાના બનાવો સામે આવ્યા હતા. ઈડરિયા ગઢ પર મોબાઈલ ફોનનાં નેટવર્ક પણ ઓછા આવે છે. ત્યારે અસામાજિક તત્ત્વો દ્વારા જૉ કોઈની સાથે ગેરવર્તન અથવા કોઈપણ પ્રકારની ઘટના બને તો પોલીસનો સંપર્ક કરવો મુશ્કેલ બની રહે છે. તેણે લઇ ગઢ પર અને ગઢ તળેટી પાસે પોલીસ પોઇન્ટ મૂકવા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી છે. પરંતુ ગઢ ઉપર આવતા લોકો સુરક્ષિત રીતે હરીફરી શકે તે માટે અહી જો તંત્ર દ્વારા પોલીસ ચોકી કે પછી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.
ઈડરનો ઈતિહાસ:
ઈડરનુ પ્રાચિન નામ ઈલ્વદુર્ગ હતુ, જેનો અર્થ ઈલ્વનો કિલ્લો થાય છે. આ કિલ્લાનું અપભ્રંશ થઈને ઈડર નામ થયું હતું. ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સર્પ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઇન્ટ જેવા સ્થળો આવેલા છે. અહીં આશરે ત્રણ કિલોમીટરના અંતરે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ રાજચન્દ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. શહેરમાં પથ્થરની ગુફા અંદર ખોખાનાથ, ચંદ્રેશ્વર, મહંકાલેશ્વર, કાકલેશ્વર નામના શિવાલયો આવેલા છે. ખોખનાથ મહાદેવની બિલકુલ પાસે પ્રાચીન કુંડ જોવાલાયક સ્થળ છે.