અબતક,રાજકોટ
તીર્થભૂમિ સરધાર ખાતે સદગુરૂ નિત્યસ્વરુપદાસજી સ્વામીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે કલાત્મક નકશીકામ યુક્ત શિખરબદ્ધ ભગવાન સ્વામિનારાયણનું મંદિરનું નિર્માણ કામ પૂરુ થયુ છે.જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. 10 થી 18 ડિસેમ્બર-21 સુધી ભવ્યતાથી ભવ્ય રીતે ધામધૂમથી ઉજવાશે તીર્થસ્થાન સરધારને આંગણે સદ્ગુરુ નિત્યસ્વરુપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શનથી સમગ્ર સત્સંગ સમાજના સહકારથી પાંચ શિખર સહિત 70 હજાર ઘન ચો.ફુટમાં બંસી પહાડ પત્થરમાં 99+155 ફુટના ઘેરાવાળું અને 81 ફુટ ઉંચાઇવાળું મંદિર સંપ્રદાયના નજરાણાંરુપ બનેલ છે.
1000 કુંડી મહાવિષ્ણુયાગ, 108 સંહિતાપાઠ, અન્નકૂટોત્સવ, શાકોત્સવ, મેડિકલ કેમ્પ, દિવ્ય પ્રદર્શન, અખંડ ધૂન, સાંસ્કૃતિક પ્રોગ્રામો જેવા કાર્યક્રમોની વણઝાર
આ મંદિરમાં 16 ઘુમ્મટ અને 108 સ્થંભ તેમજ 108 કમાન સહિત ભવ્ય મંદિર તૈયાર થયું છે.આ મહોત્સવમાં 1000 કુંડી યજ્ઞ સાથે શાકોત્સવ, 108 સંહિતા પાઠ, મેડિકલ કેમ્પ રાખેલ છે.આ ઉત્સવની શરુઆતે તા,10 ડિસેમ્બર રોજ અખંડ ધૂન શરુ થશે. જેનો પ્રારંભ સ્વામી ભકિતસંભવદાસજી અમરેલી, સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી બગસરા અને પૂર્ણસ્વરૂપદાસજી સ્વામી સરધાર કરાવશે.
બાદ ઉત્સવ શુભારંભે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ, સ્વામી મોહનપ્રસાદદાસજી ધોરાજી અને હરિવલ્લભદાસજી સ્વામી અમરોલી આશીર્વાદ આપશે.
મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ, હરિવલ્લભદાસજી સ્વામી અમરોલી, શા.માધવપ્રિયદાસજી સ્વામી છારોડી, ઇશ્વરચરણદાસજી સ્વામી કુંડળ, નૌતમપ્રકાશદાસજીસ્વામી વડતાલ, લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી બગસરા, દેવનંદદાસજી સ્વામી જુનાગઢ, દેવપ્રકાશદાસજી સ્વામી વડતાલ, નિલંકઠચરાણ દાસજી સ્વામી જેતપુર, ધર્મપ્રિયદાસજી સ્વામી -બાપુ સ્વામી ધંધુકા, હરિજીવનદાસજી સ્વામી ગઢડા, કોઠારી વિરક્તસ્વરૂપદાસજી સ્વામી કરશે.
દિપ પ્રાગટ્ય હરિવલ્લભદાસજી સ્વામી અમરોલી, સંતવલ્લભદાસજી સ્વામી વડતાલ, લક્ષ્મીનારાયણદાસજી સ્વામી ગઢડા, પ્રેમસ્વરૂપદાસજી સ્વામી જૂનાગઢ, હરિકેશવદાસજી સ્વામી ધોલેરા, બાલકૃષ્ણદાસજી સ્વામી ફણેણી, મોહનપ્રસાદદાસજી સ્વામી ધોરાજી, સત્સંગભૂષણદાસજી સ્વામી કણભા, ગોવિંદપ્રસાદદાસજી સ્વામી મેતપુર, આનંદસ્વરુપદાસજી સ્વામી સરધાર, ભકિતતનયદાસજી સ્વામી મહુવા, દેવપ્રસાદદાસજી વંથળી, ભક્તિજીવનદાસજી સ્વામી હરિયાળા, હરિસેવાદાસજી સ્વામી વસઇ, પાર્ષદ લાલજી ભગત, જ્ઞાનબાગ વડતાલ દીપ પ્રાગટ્ય કરશે. તા.13-12-21 ના રોજ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે રામકૃષ્ણદાસજી સ્વામી ધ્રાંગધ્રા, હરિપ્રિયદાસજી સ્વામી સુરત, સંતદાસજી સ્વામી આટકોટ, પુરુષોત્તમચરણદાસજી સ્વામી રામપુરા, કે.પી. સ્વામી ભાવનગર, પ્રભુચરણદાસજી સ્વામી સુરત ગુરુકુલ, શુકદેવપ્રસાદદાસજી સ્વામી નાર અને બ્રહ્મસ્વરૂપપદાસજી સ્વામી સરધાર ઉપસ્થિત રહેશે.
સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન ન્યાલકરણ ગ્રુપ વડોદરાના નાનજીભાઇ ગાંગજીભાઇ ગોળવીયા, સહ યજમાન ડુંગરશીભાઇ ગોપાળભાઇ નિસર, કથાના યજમાન અશોકભાઇ ઇશ્વરભાઇ પટેલ, કથાના સહ યજમાન પરશોત્તમભાઇ ઘુસાભાઇ ભંડેરી વેળાવદર, યજ્ઞના યજમાન તળશીભાઇ ગોરધનભાઇ ભીકડીયા, યજ્ઞના સહયજમાન અ.નિ. રવજીભાઇ જીણાભાઇ, મહાપૂજાના યજમાન પ્રવિણભાઇ પરશોત્તમભાઇ સાપરિયા, મૂર્તિપ્રતિષ્ઠાના યજમાન માનસેતા આશિષભાઇ રમેશભાઇ, ધર્મકુળ પૂજન યજમાન અ.નિ.મોહનભાઇ માધાભાઇ ભંડેરી, સંતપૂજનના યજમાન અ.નિ. નાથાભાઇ ઘુસાભાઇ નાકરાણી ભેંસાણ વગેરે રહેલ છે.
મંગળ ઉત્સવનાકાર્યક્રમની રુપરેખા પ્રમાણે તા.10 મીએ પોથી યાત્રા, અખંડ ધૂન, મહોત્સવ ઉદઘાટન, દિપ પ્રાગટ્ય, સ્વાગત નૃત્ય અને 10-30 વાગ્યે કથા પ્રારંભ, તા.11મીએ સવારે યજ્ઞ પ્રારંભ. સાંજે ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ, રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, તા.12મીએ શોભાયાત્રા અને રાતે 9 કલાકે જાદુગર અમિત સોલંકી, તા.13મીએ મૂર્તિ પ્રતિષ્ઠા અને ત્યારબાદ યજ્ઞની પૂર્ણાહુતિ અને મંદિર ઉદ્ઘાટન અને નૃત્ય, તા. 14મીએ સાંજે દિક્ષા મહોત્સવ, પટ્ટાભિષેક મહોત્સવ અને રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, તા.15મીએ સવારે 10 કલાકે મહામંત્ર પ્રાગટ્યોત્સવ રાતે ભજન સંધ્યા, તા.16મીએ સાંજે અન્નકુટોત્સવ રાતે હાસ્ય લોક ડાયરો, તા17મીએ સવારે ફુલદોલોત્સવ રાસોત્સવ અને રાતે કીર્તન સંધ્યા, જ્યારે તા.18મીએ બપોરે 12 કલાકે મહોત્સવની પૂર્ણાહૂતિ, યજ્ઞના આચાર્ય રવિન્દ્રભાઇ જોષી રહેલ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ,
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદો, ધારાસભ્યો, સંતો-મહંતો, ઉચ્ચ અધિકારીઓ વગેરેની ખાસ ઉસ્થિતિ રહેશે
આ પ્રસંગે કેન્દ્ર ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મોહનભાઇ કુંડારીયા સાંસદ, રમેશભાઇ ધડુક સાંસદ, નારણભાઇ કાછડીયા સાંસદ, રામભાઇ મોકરીયા સાંસદ, જયેશભાઇ રાદડીયા ધારાસભ્ય, કુંવરજીભાઇ બાવળિયા ધારાસભ્ય, ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય, જવાહરભાઇ ચાવડા ધારાસભ્ય, વગેરે ઉપસ્થિત રહેશે. ઉપરાંત અરૂણ મહેશબાબૂ કલેક્ટર, અમિત અરોરા મ્યુનિ. કમિશ્નર, મનોજ અગ્રવાલ પોલિસ કમિશ્નર વગેરે પધારશે. આ ઉત્સવમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય સાથે લાલજી મહારાજ સૌરભપ્રસાદજી મહારાજ અને ગાદીવાળા,વિશેષ અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ઠાકોર માંધાતાસિંહજી પણ ખાસ ઉપસ્થિત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.