આગામી ૫ થી ૯ ડિસે. દરમિયાન વડતાલ પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પુરાણી પ્રેેમપ્રકાશદાસજી સ્વામી અને જોગી સ્વામી વગેરે સંતોના પાવન ચરણરજથી પવિત્ર થયેલ આ રીબડા ગુરૂકુલ ૨૫ એકરમાં ફેલાયેલ છે.
તાજેતરમાં જ આ ગુરૂકુલ કેમ્પસમાં નૂતન પાર્થના મંદિરનું નિર્માણ થયું છે. જેનો પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. ૫-૧૨-૨૦૧૯ થી ૯-૧૨-૨૦૧૯ દરમ્યાન ઉજવાશે.
આ મહોત્સવમાં વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ,ધુ, ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ હસ્તે નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાશે. આ મૂર્તિ પ્રતિષ્ઠા ઉદઘાટન પ્રસંગે વડતાલ કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, વડતાલ ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, ગઢપુર કોઠારી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, મોહનપ્રસાદદાસજી સ્વામી ધોરાજીવાળા, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી, જુનાગઢથી હરિનારાયયણદાસજી સ્વામી અને ધ્રાંગધ્રાથી રામકૃ્ષ્ણદાસજી સ્વામી પધારશે. કથાના વક્તા તરીકે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ કુંડળવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી, જેતપુર વાળા નીલકંઠચરણદાસજી સ્વામી અને સારંગપુરથી હરિપ્રકાશદાસજી સ્વામી પણ લાભ આપશે.આ મહોત્સવમાં વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરા, રાજકોટ વગેરે ધામોમાંથી સંતો પધારશે.
લોજ, અમરેલી, ગઢપુર, દુધાળા, દયાપર-કચ્છ, વીરપુર વગેરે ધર્મસ્થાનોમાંથી સાંખ્યોગી બહેનો પણ પધારશે. અન્ય રાજકીય મહેમાનોમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, કર્ણાટક ગવર્નર વજુભાઇ વાળા તેમજ ગુજરાત હાઇકોર્ટના જજ આર.પી.ઢોલરિયા પધારશે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન ગોપાળભાઇ નવીનભાઇ દવે, જાડેજા ગજરાજસિંહની પવિત્ર સ્મૃતિમાં હસ્તે વિનુભાઇ જેપાલ ખાંભા તેમજ નરહરિભાઇ કોયા -કલકત્તા રહેલ છે. કથાના યજમાન ધીરુભાઇ વઘાશિયા, તેજબાઇ રાઘવાણી રહેલ છે.
યજ્ઞના આચાર્ય તરીકે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને સહયોગી કિશોરભાઇ દવે રહેલ છે.
તા.૪-૧૨ બુઘવારે સવારે ૮ થી સાંજે ૮ સુધી અખંડ ધૂન, તા,૫-૧૨ ગુરુવારે સવારે ૮ કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ, સાંજે ૪ કલાકે પોથીયાત્રા, તા.૬-૧૨ શુક્રવાર ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ, અરણી મંથન અને મહિલા મંચ, તા.૭.૧૨ શનિવાર શિલાન્યાસ વિધિ, મેડિકલ કેમ્પ ઉદઘાટન અને સાંજે નગરયાત્રા, તા.૮-૧૨ રવિવાર ગીતા જયંતી, મૂર્તિ પ્રતિષ્ઠા અને અ્ન્નકુટોત્સવ, તા..૯-૧૨ ઉત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.