કરણસિંહજી હાઈસ્કુલમાં માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક ફાજલ શિક્ષકોનો ભરતી કેમ્પ યોજાયો
રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ફાજલ શિક્ષકોનો આજરોજ કરણસિંહજી સ્કુલ ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં રાજકોટ જીલ્લાનાં ફાજલ ૮૧ શિક્ષકોને અન્ય શાળામાં સમાવવામાં આવ્યા છે. જીલ્લા શિક્ષણાધિકારી એમ.આર. સાગરકાની અધ્યક્ષતામાં યોજાયેલા કેમ્પમાં અગાઉ ધો.૮નો પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરવામાં આવતા જે શિક્ષકો ફાજલ થયા છે. તેવા જીલ્લા પંચાયતની શાળાઓમાં સમાવાયેલા હિન્દી, સંસ્કૃતિ અને ગુજરાતીનાં શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને તેમને ખાલી જગ્યામાં મૂકવામાં આવ્યા હતા.
અબતક સાથે વાતચીત દરમિયાન સિધ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે આજે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરણસિંહજી સ્કૂલ ખાતે ગ્રાન્ટેબલ શાળાનો બદલી કેમ્પ યોજાયો છે જે શાળાઓ બંધ થઈ છે. અને વર્ગ ઘટયા છે એવા શિક્ષકો માટેનો આજે બદલી કેમ્પ યોજાયો છે. સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોએ પોતાની સ્થળ પસંદગી માટે ૧૩ લોકોએ માંગણી કરેલ છે.
અને તમામને સમાવી દીધેલ છે. માગ ઉદ્યોગ, પી.ટી. અને લાઈબ્રેરીયન આજે છ શિક્ષકો છે તેને કયાંય સમાવી શકાય એમની જગ્યા ખાલી ન હોવાથી હવે પછી તેનો આદેશ કરવામાં આવશે માધ્યમિક વિભાગમાં ખાસ કરીને ડી.પી.એડ અને હિન્દી વિષયના શિક્ષકો પુષ્કળ છે.
તેના પ્રમાણમાં જગ્યાઓ ઓછી ખાલી છે. તો બાકીનાં નો પે, નો વર્કના આધારે બીજી જગ્યાએ સરકારી હાઈસ્કુલોમાં જયાં પણ જગ્યા હશે અને તેમના સબસીડરી સબજેકટકે જે કાંઈ પરિણામો હશે તેના નિયમ અનુસાર તે લોકોને સમાવી લેવામાં આવશે.
ખૂબજ પારદર્શકતાથી દરેકની હાજરીમાં ઓપન લીસ્ટ મૂકીને આ કેમ્પ કરવામાં આવ્યો છે. કોઈપણ જાતનાં અડચણ વગર સંઘના પ્રમુખો, મહામંત્રીઓ, અને આચાર્ય હાજર રહીને સહકાર આપ્યો છે. તે બદલ સર્વેનો આભાર શિક્ષકો મિત્રોએ પણ પોતાની જગ્યા સ્વીકારી અને રાજી થઈને આ કેમ્પ પૂર્ણ કરેલ છે.