વિજયનગરના હેર માતાજીના મંદિર થી આગળ ફેકી દેવાયેલ મેડિકલ વેસ્ટ મળી આવતા લોકોમાં ચકચાર મચી ગઇ છે. તાલુકાના આદિવાસી અંતરિયાળ ગામોમાં મેડિકલ ડીગ્રી વિનાના કહેવાતા તબીબોની પ્રેક્ટિસના અભણ પ્રજા આરોગ્ય સાથે ચેડાં થતાં રહે છે ત્યારે વપરાયેલી બાયો વેસ્ટ જાહેર રસ્તાઓની બાજુમાં કે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાનો સિલસિલો પણ અટકવાનું નામ લેતો નથી.
વિજયનગર થી ભિલોડા રસ્તા ઉપર હેર માતાના મંદિર આગળ રોડની બાજુમાં બાયો વેસ્ટ ફેંકી દેવાયેલ મળી આવતા ચકચાર મચી ગઈ છે દર્દીઓને વપરાયેલી બોટલ ,નિડલ, નળીઓ, દવાઓની ખાલી શીશીઓ તથા અન્ય વેસ્ટ કચરો ઠાલવી રસ્તા ની બાજુ માં ખુલ્લી જગાઓએ ફેંકી દેવાતો હોવા છતાં કોઈ જ પગલાં લેવાતા નહિ હોવાની લોકોમાં બૂમ ઉઠી છે.