કહેવાતા ‘રેપ’ના આરોપીનો ૨૪ કલાકમાં છુટકારો
કાયદો લોકોની સુખાકારી અને સુચારી માટે બનાવવામાં આવ્યા છે. કાયદાની કેટલીક મર્યાદાઓનો લેભાગુ તત્વો દુર ઉપયોગ કરી મારી મચડી પોતાની ઇચ્છા મુજબનું અર્થઘટન કરવામાં આવતું હોવાનું અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં નિર્દોષ વ્યક્તિઓને સંડોવી દેવામાં આવતા હોવાનો તા.૧૯મીએ ‘અબતક’માં સવિસ્તાર પ્રસિધ્ધ થયો હતો. આવા જ એક બળાત્કારના કેસમાં ‘અબતક’ના અહેવાનને સમર્થન આપતો ચુકાદો હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ગાંધીનગરના રખીયાલના પ્રૌઢને સેશન્સ કોર્ટે સાત વર્ષની સજા ફટકાર્યા હાઇકોર્ટમાં થયેલી અપીલનો ૨૪ કલાકમાં નિકાલ સાથે પ્રૌઢને નિર્દોષ છુટકારો કર્યો હતો.
ગાંધીનગરના રખીયાલના બાલકૃષ્ણ પંચાલ સામે ૨૧ વર્ષની યુવતીએ લગ્નની લાલચ દઇ ૨૦૧૭માં અપહરણ કરી દેવકરણ મુવાડા ગામે ૭૦ દિવસ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બાલકૃષ્ણ પંચાલની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ તેની સામે સેશન્સ કોર્ટમાં સુનાવણી પુરી થતા બાલકૃષ્ણ પંચાલને તકસીરવાન ઠેરવી સાત વર્ષની સજા ફટકારી હતી.
બાલકૃષ્ણ પંચાલે સેશન્સ કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરતા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ આર.પી.ઢોલરીયાએ અપીલનો ૨૪ કલાકમાં નિકાલ લાવી બાલકૃષ્ણ પંચાલને નિર્દોષ છુટકારો કર્યો હતો.
સેશન્સ કોર્ટે લગ્નના ખોટા વચન આપી બળાત્કારનો ગુનો સાબીત માન્યો હતો. પિડીતા આરોપી કરતા અડધી ઉમરની હોવાનું અને આરોપી પરિણીત હોવાનું જાવવામાં આવ્યું હતું.
બળાત્કારના ગુનાની સજા સામે હાઇકોર્ટમાં દાખલ થયેલી અપીલમાં પિડીતાના નિવેદન અંગે દલિલ થઇ હતી. આરોપી પંચાલ પરિણીત હોવાનું અને તને બાળકો હોવાનું જાણતી હતી. પિડીતા લગ્ન કરી શકે તેમ ન હોવાનું પણ જાણતી હોવા છતાં આરોપીને પ્રેમ કરતી હોવાથી તેની સાથે સહમતીથી ગઇ હોવાનું અને સહમતીથી શરીર સંબંધ બાંધ્યો હોવાથી તેને લગ્નનું ખોટુ વચન આપ્યાનું કહી ન શકાય અને સહમતી બાંધેલા શરીર સંબંધને બળાત્કાર ન કહી શકાય તે અંગે વિસ્તૃત દલીલ થતા હાઇકોર્ટ દ્વારા બાલકૃષ્ણ પંચાલનો ૨૪ કલાકમાં નિર્દોષ છુટકારો કર્યો હતો.
આવી જ એક ઘટના રાજકોટના યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યકતાએ દિપેશ મિશ્રા સાથે મિત્રતાના સંબંધ હોવાનું અને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. દિપેશ મિશ્રા સાથે મિત્રતા હોવાથી તેને પિડીતાના સંતાનની સ્કૂલ ફી ભરી હતી. બંને વચ્ચે આર્થિક સંબંધ હતા તો શરીર સંબંધ કંઇ રીતે બળજબરીથી બાંધી શકે તે અંગે સવાલ ઉઠાવી ‘અબતક’માં વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ થયો હતો તે અનુસાર હાઇકોર્ટ દ્વારા એવા જ કે કેસમાં ચુકાદો આપી બળાત્કારના આરોપીનો ૨૪ કલાકમાં છુટકારો કર્યો હતો.