આ કૌભાંડમો બેન્ક કર્મચારીની સંડોવણીની આશંકાબેન્કનો ડેટા કયાંથી લીક થયો તે તપાસનો મુદ્દો
સરકાર દ્વારા એક તરફ ડીજીટલનો વ્યાપ વધારવા કદમ ઉઠાવી રહી છે બીજી તરફ સાયબર ક્રાઇમમાં વધારો જોવા મળ્યો ત્યારે જામનગર શહેરમાં બેંક અધિકારીના નામે અલગ અલગ મોબાઇલ ફોન પરથી ખાતેદારોની વિગતો મેળવી બે મહિલા સહીત અનેક ખાતેદારોના એટીએમના પીન નંબર મેળવી રૂ. ૯.૬૬ લાખ ની છેતરપીંડી થયાની સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના હવેલી રોડ પર આશાપુર પાન પાસે નાગમતિ પાસે રહેતા મંજુલાબેન પરમાનંદ સહીત ૧૩થી વધુ લોકોને મોબાઇલ ફોન પર બેંક અધિકારીની ઓળખ આપી એટીએમ અને કેડીટ કાર્ડની માહીતી તથા પીન નંબર મેળવી બેંક ખાતેદારોની ખાતામાંથી રૂ ૬.૪૪ લાખ ઉપડી ગયાની સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી ઉપરાંત વેલનાથનગર શેરી નં.૧ માં રહેતા જાનકીબેન વસંતલાલએ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી જાનકીબેન સહીત આઠ બેન્ક ખાતેદારોની બેન્ક અધિકારી તરીકે મોબાઇલ પર ઓળખ આપી તમામ માહીતી મેળવી ખાતામાંથી અને ક્રેડીટ કાર્ડ મારફતે રૂ ૩.૨૨ લાખની ઠગાઇ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ કાંભૌડમાં બેન્ક કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા તેમજ કેશ લીક કર્યાથી થયો તે મુદ્દે પોલીસ તપાસનો વિષય છે. અને પોલીસ તપાસનો મુળ સુધી પહોંચે છે કે કેમ તે મુદ્દે ચર્ચાનો વિષય છે.