શ્રી શ્રી રવિશંકર મહારાજના રાજકોટમાં આગમન પૂર્વે જાગૃતિ અભિયાન

‘પ્રોજેકટ ભારત’ માટે સ્વયં સેવકોની ૫૫૦૦થી વધુ કિ.મી.ની સફર ૨૭૦૦થી વધુ પ્રતિનિધિઓની મદદરૂપ માટે નિમણૂંક

આર્ટ ઓફ લીવીંગ પરિવાર રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના સહયોગી સમગ્ર દેશમાં શરુ કરાયેલ પ્રોજેક્ટ ભારત કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રના ૯૦૦ થી વધુ ગામોમાં ૨૫૦ આર્ટ ઓફ લીવીંગ ટીચરો દ્વારા ૨૭૦૦ થી વધુ પ્રતિનિધિઓની નિમણુંક કે જે પ્રતિનિધિઓ ભવિષ્યમાં પોતાના ગામના ઉતન માટે આર્ટ ઓફ લીવીંગ પરિવાર સાથે મળી પોતાના ગામમાં સ્વાસ્થ્ય જાગૃતિમાં મેડીકલ કેમ્પ અને શૌચાલય તેમજ ઓર્ગેનિક (કેમિકલ રહિત) ખેતી માટે જનજાગૃતિ ફેલાવી પોતાના ગામને વધુ શિક્ષિત તેમજ સ્વાસ્થ્ય પ્રત્યેનું મહત્વ સમજાવી અને ખેત ઉત્પાદનમાં વધારો લાવી સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે અને યોગ, ધ્યાન શિબિરો દ્વારા લોકોના જીવનમાં આનંદ ઉત્સાહ અને પ્રેમ નું સિંચન કરવામાં મદદરૂપ થશે.

વ્યસન એ ગામડામાં સૌથી મોટું દુષણ હોય ત્યારે આર્ટ ઓફ લીવીંગ પોતાના પ્રતિનિધિ અને ટીચર દ્વારા યુવાનોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે અને આજુ પણ આ પ્રયત્નો ચાલુ રહેશે. પ્રોજેક્ટ ભારતની શરૂઆત રાજકોટ, જામનગર, મોરબી, જુનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ સોમનામાં ૫૦ી વધુ તાલુકામાં કરવામાં આવ્યું છે.

આર્ટ ઓફ લીવીંગના ૨૫૦ થી વધુ ટીચરો તેમજ ૫૦૦ થી વધુ સ્વયંસેવકો દ્વારા છેલ્લા ૧ મહિનામાં પ્રોજેક્ટ ભારત કાર્યક્રમ અંતર્ગત ૯૦૦ થી વધુ ગામમાં ૨૭૦૦ થી વધુ પ્રતિનિધિઓની નિમણુક થઇ ગઈ છે.

પ્રોજેક્ટ ભારતમાં એક વસ્તુ પર ખાસ ભાર આપવામાં આવે છે કે જેમ કે આપણી પુરાતન સંસ્કૃતિ, વારસો જે આજે જતન કરવાની જરૂર છે જે વ્યક્તિને માનસિક સ્વસ્તા આપે છે જે પરસ્પરની ભાવનાને સમજી સમાજમાં મદદરૂપ વાની પ્રેરણા આપે છે તો આજના સમયમાં જે ગામડાની કે શહેરમાં ભારતીયસંસ્કૃતિને સાચવવા માટે ફરીી પ્રયત્નો કરવા જરૂરી બન્યા છે અને ચાલુ થઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.