એક જ પરિવારમાંથી ત્રીજી દીક્ષા; પુત્ર-પુત્રીને સંયમની અનુજ્ઞા આપી પોતે સંયમનો માર્ગ અપનાવી જિન શાસનની શાન વધારશે

રાજકોટના આદશે વૈરાગી રેખાબેન પ્રવિણભાઈ દેસાઈ ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુ ભગવંત રાજેશમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરવા થનગની રહ્યાં છે.ટૂંક સમયમાં રાજકોટમાં તેઓની દીક્ષા થશે.નોંધનીય છે કે થોડા સમય પહેલાં રેખાબેનના પુત્ર તેજસભાઈ ( પૂ.તત્વજ્ઞ મુનિ મ.સા.) અને સુપુત્રી કુ.મીતલબેન ( પૂ.મીતજ્ઞાજી મહાસતિજી )એ પણ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ છે.

પુત્ર અને પુત્રી બન્ને સંયમ માર્ગે જઈ રહ્યાં હતા ત્યારે કોઈએ તેઓને પૂછ્યું કે હવે તમારા પરિવારમાં કોઈ વંશ રહેશે નહી તેનો ખૂમારી સાથે જવાબ આપતા કહ્યું.. અમારો વંશ ભલે ન રહે…પરંતુ મહાવીર નો અંશ રહેવો જોઈએ તો જ આ ઝગમગતુ જિન શાસન જયવંતુ અને  જીવંત રહેશે.નેમિનાથ – વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઈ દોશીએ  જણાવ્યું કે અમારા સંઘના સદ્દભાગ્ય અને પરમ સૌભાગ્ય છે કે એક જ દેસાઈ પરિવારમાથી ત્રણ – ત્રણ હળુ કર્મી આત્માઓ ભગવાન મહાવીરનો કઠિનતમ ત્યાગ માગે સ્વીકારવા કટિબધ્ધ બન્યાં છે.પુત્ર – પુત્રી અને હવે માતુશ્રી પણ વૈરાગ્યની વાટ પકડશે. વર્ષોના આદશે અને દ્રઢ વૈરાગી માતુશ્રી રેખાબેન દેસાઈ ઉંચ કોટિનો હળુ કર્મી આત્મા છે.ઉભયકાળ પ્રતિક્રમણની આરાધના કરનાર,પ્રવચન – જિનવાણી શ્રવણ કરવાનું કદી ચૂકે નહીં.અનેક નાની – મોટી તપસ્યા પણ તેઓએ કરેલી છે.રાજકોટ નેમિનાથ – વીતરાગ સંઘમાં તેઓએ અજોડ શાસન પ્રભાવના કરેલી છે. પોતાના સંતાનોને ધમેના સુસંસ્કારોથી ભાવિત કર્યા. તેઓના પતિ પ્રવિણભાઈ દેસાઈનું  પરલોકગમન થયુ છે.

સુ શ્રાવક સંજયભાઈ મહેતાએ જણાવ્યું કે રેખાબેનને સંયમ અંગીકાર કરવાના ભાવ તેઓને લગ્ન પહેલાંના હતા.કોઈ કર્મોના ઉદયે સંસારના બંધને બંધાયા.પુત્ર અને પુત્રીનો જન્મ થયો.બાળપણથી બંને સંતાનોને સુસંસ્કારો આપ્યાં કે સંસારમાં પડવા જેવું નથી.બંને સંતાનોને હોંશે – હોંશે સંયમ માર્ગે જવાની અનુજ્ઞા આપી.

રેખાબેન દેસાઈ  આગમ વાક્ચ ” પછાવિ તે પયાયા અથોત્ પાછલી વયે પણ સંયમ અંગીકાર કરી માનવ ભવને સાથેક કરી શકાય છે.આ સૂત્રને તેઓ ચરિતાથે કરશે.

સરળતા,નિખાલસતા,ભદ્રિકતા,શાસન પ્રેમ,ગુરુ ભક્તિ, વિનય જેઓની રગેરગમા છે એવા આદશે વૈરાગી રેખાબેન દેસાઈ સંયમ અંગીકાર કરી જિન શાસનનુ નામ અવશ્ય ઉજ્જવલ  કરશે.

સંયમ મહોત્સવ ટૂંક સમયમાં કોઈ પણ પ્રકારના આરંભ – સમારંભ રહિત,એકદમ સાદગીપૂણે પરંતુ ગૌરવ અને ગરીમાપૂવેક યોજાશે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.