પરાજય બાદ રાષ્ટ્રીય પાર્ટીના રાજકારણીઓ જનતાના મનમાં એવુ ઠસાવવા માંગતા હતા કે રાષ્ટ્રવાદી પાર્ટી તો નવી નવી છે તેમને શાસન ચલાવતા શું આવડે ?
કપટની રાજનીતિ, પરાજયનો બદલો
ભારતનું બંધારણ એક આદર્શ બંધારણ છે. સક્ષમ લોકશાહી માટેના તેમાં મજબૂત સિધ્ધાંતો છે આ બંધારણમાં એવી જોગવાઈ છે કે લોકો માટે, લોકો વડે લોકાનું જ શાસન ચાલે તે માટે તટસ્થ, ન્યાયીક, ભયમૂકત ચૂંટણી થાય અને જનતા ઈચ્છે તેજ ઉમેદવાર ચૂંટાય, પરંતુ એક વખત સત્તાનો સ્વાદ ચાખી ગયેલા અમુક લોકોને આ પધ્ધતિ ગળે ઉતરતી નથી તે સમયે ચૂંટણીમાં પરાજય થાયતો જેમ પીંઢારા યુગમાં ખુન કા બદલા ખૂનનો નિયમ હતો તેમ આ લોકો પરાજય (હાર)ને પણ ખૂન બરાબર ગણીને વાસ્તવિક જીવનમાં પણ વ્યવહાર કરતા. તેમને બીજી ચૂંટણી માટેના પાંચ વર્ષની રાહ જોવાની ધીરજ ન હતી. કે ન હતી પોતાની જાતમાં સુધારો કરી લોકો સમક્ષફરી સેવા કરવાનો મોકો મેળવવાની વિનંતી કરવાની શકિત તે સમયે બસ કુડકપટ, ખટપટ, મારામારી, દાદાગીરી કરીને જ ફેર સત્તા પ્રાપ્ત કરવાના ટુંકા રસ્તેથી ફાંફા મારતા હતા.
એક આવો બનાવ ઉંઝા પોલીસ સ્ટેશનના કરલી ગામે બન્યો ગોધરાકાંડના તોફાનો માંડ બીજી કે ત્રીજી માર્ચના રોજ હજુ શાંત થતાહતા ત્યાંજ તારીખ ૬ઠ્ઠી અને ૭મી એપ્રીલે ઉંઝા તાલુકાના દસેક ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાયેલી, જુઓ પ્રકરણ ૨૧૮ના ચૂંટણીમાં કરલી ગામે રાષ્ટ્રીય પાર્ટીના ચાલુ સરપંચ કે જે ખાનગીમાં નશો કરી જાહેરમાં સીનસપાટા કરવાની ટેવવાળા ઉમેદવાર ચૂંટણી હારી ગયેલા અને તેની સામે અન્ય એક સજજન વ્યકિતને જનતાએ સરપંચ પદે ચૂંટેલ પરંતુ હારેલા ઉમેદવારે ઉપર જણાવેલ પીંઢારા પધ્ધતિ મુજબ હાર માની નહિ અને આ પરાજયનો બદલો લેવા તલપાપડ હતા.
જૂના સમયમાં સૌરાષ્ટ્રના અમુક ગામોએ આવી બાબતોમાં ચૂંટણી બાદ તૂર્ત જ બંને પક્ષો વચ્ચે ખૂન ખરાબા થતા. આ તો ઉતર ગુજરાત ! વગર મારામારીએ હરીફ કે પ્રતિસ્પર્ધીઓને ખૂન ના કે અન્ય ગભીર ગુન્હામાં ફીટ કરાવી દેવાની કપટી કાબેલીયત ધરાવતા અમુક લોકોએ કાવત્રુ કરી એક વ્યકિત કે જે અકસ્માતે કે આત્મહત્ય કરી મૃત્યુ પામેલ તે બનાવને ઉંઝા કોટકુવા હોસ્પિટલના પીએમ ડોકટરની મદદથી ખૂન કેસમાતબદીલ કરાવી હરીફોને જેલમાં મોકલવાનું એક સફળ પણ નીચ ષડયંત્ર કર્યું.
બનાવ એમ હતો કે કરલી ગામે એક ખેડુત વ્યકિતની લાશ વાડીમાંથી મળી આવેલી જે લાશ હારેલા સરપંચના સગા કે ટેકેદાર કે મિત્રની હતી. પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણવા જોગ નોંધ કરાવવામાં અવી કે વાડીમાં મૃત્યુ પામેલ પડયા છે. જોગાનું જોગ ઉંઝા પીઆઈ જયદેવ તે દિવસે અગાઉના કોમી તોફાનો વખતના ગુન્હાની તપાસમાં મકતુપુર ગામે સવારથી જ હતો. આ કરલી ગામની જાણવા જોગ નોંધની તપાસ જમાદારને સોંપાઈ આથી જમાદારે પોલીસની પધ્ધતિ મુજબ (ચીલાચાલુ) તપાસ ચાલુ કરી લાશનો ઈન્કવેસ્ટ રીપોર્ટ ભર્યો અને તેમાં ઉલ્લેખ કર્યો કે લાશ ઉપર કોઈ દેખીતી ઈજાના ચિન્હો જણાતા નથી. કોઈ અગમ્ય કારણોસર આ વ્યકિતનું મૃત્યુ થયેલ હોય તેથી લાશના મૃત્યુનું ચોકકસ કારણ જાણવા માટે લાશને કબ્જે લઈ પોસ્ટ મોર્ટમ માટે ઉંઝા કોટકુવા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી.
આ બનાવ બનેલો ત્યારે કરલીના હારેલા માજી સરપંચ જે હવે સાવ નવરાજ રખડયા કરતા હતા તે ગામના પાદરમાં ઝાડના ઓટલે બેઠા હતા તેને આ મૃત્યુની જાણ થઈ તે સમયે જ જોગાનુંજોગ વિજેતા કે ચૂંટાયેલા સરપંચ તેમની બોલેરો કાર લઈને ત્યાંથી પસાર થતા હતા આથી હારેલા માજી સરપંચને મનમાં કપટી વિચાર આવ્યો કે જો આ મરણ જનાર વ્યંકિતનું મોત આ બોલેરો કાર અથડાવાથી જ થયું છે અવું પ્રસ્થાપિત કરી દેવામાં આવે તો મરનારને વિમો પણ મળે અને સરપંચ ને બેઈજજત કરવાનો મોકો પણ મળે !
આ માજી સરપંચે વિચાર્યું કે પોલીસ એમ કાંઈ સીધી રીતે ફરિયાદ લેશે નહિ આમ પણ સહજ રીતે પોલીસ આવા ઢંગધડા વગરની વ્યકિતની વાત સીધી રીતે માને પણ નહિ અને તે પણ જયારે લાશ ઉપર કોઈ ઈજાના નિશાન જ નહોય ત્યારે તાત્કાલીક કોઈ ગુન્હો નોંધવા તૈયાર થાય જ નહિ તે આ માજી સરપંચ કે જેણે પાંચ વર્ષ સુધી સત્તાનો સ્વાદ ચાખ્યો હોય તે આ બાબત અનુભવે પણ બરાબર જાણતા જ હોય ! આથી માજી સરપંચે તેની રાષ્ટ્રીય પાર્ટીના ઉંઝા તાલુકાના પદાધિકારીને મળી પોતાના વિચારો અને બનેલ બનાવ અંગે ચર્ચા કરીને હરીફ લોકો અને ખાસ તો રાષ્ટ્રવાદી પાર્ટીના લોકો ને બરાબર સબક શિખવવાનો મોકો મળ્યો છે તેમ જણાવ્યું. બદલાની ભાવનાથી લથબથ આ મતલાલચુ રાજકારણીઓ આવો મોકો જવાદે ? આ પ્રમુખે તૂર્ત જ કોટકુવા હોસ્પિટલના પીએમ ડોકટરનો સંપર્ક કર્યો.
આ પીએમ ડોકટર તો અગાઉ પણ ખળી પલ્સ મીલનાં મજૂર મૃત્યુ કેસમાં એક વખત ‘લોહી ચાખી ગયેલા’ તેમણે આ ઉંઝા તાલુકા પ્રમુખની સાથે રહી જે વહીવટ કર્યો હોયતે પણ આ કિસ્સામાં ફરી વખત દુર્બુધ્ધિ ૂપુર્વક પ્રમુખના કહેવા મુજબ લાશની ઉપર કોઈ જ ઈજાના દેખીતા નિશાનો નહિ હોવા છતા લાશના મૃત્યુનું કારણ એવું આપ્યું કે ગળામાં અંદર આવેલ શ્ર્વાસનળી ટ્રેકીઆ રેપ્ચર (તૂટી જવાથી) થયાનું આપી દીધું અને બાકીનું દાર્શનિક સાહેદ તરીકેનું કામ આ માજી સરપંચે પૂ કર્યું કે આ કરલીના હાલના સરપંચે પૂરઝડપે અને બેફીકરાઈથી બોલેરો કાર ચલાવી મૃતક સાથે અથડાવી ને નાસી ગયેલ છે. વિગેરે અંટાગંટા કરી સરપંચને જેલમાં મોકલવાનો માચડો તૈયાર કરી દીધો !
વળી મૃતક વ્યકિતના માજી સરપંચના પક્ષના જ હતા તેથી તાત્કાલીક તેઓએ લાશને કરલી ગામે લઈ જઈ અગ્નિસંસ્કાર પણ કરાવી દીધો ! વળી કયાંક પોલીસ ફેર પોસ્ટ મોર્ટમ કરાવે તો તેમનો ભગો છતો થાય.જયદેવ મકતુપુર તપાસમાંથી સાંજના પાછો આવતા જમાદારે તેને આ કરલી વાળા બનાવની જાણ ક્રી અને કહ્યું કે આ રાષ્ટ્રીય પાર્ટીના તાલુકા પદાધિકારીતો આગ્રહ કરીને કહી રહ્યા છે કે ગુન્હો પૂર ઝપે અને બેદરકારીથી મનૂષ્યનીં જીંદગી જોખમાય તે રીતે અકસ્માત કર્યાના ગુનહ્ના બદલે એટલે કે ઈ.પી.કો. કલમ ૨૭૯ ૩૦૪ (અ)ને બદલે ચાલુ સરપંચે ચૂંટણી વખતના મનદુ:ખનું વેર રાખી ઈરાદા પૂર્વક પોતાની કાર મૃતક ઉપર ચડાવી દઈ ખૂન કર્યાનો ગુન્હો (ઈ.પી.કો. કલમ ૩૦૨)જ નોંધે અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો પણ કરી રહ્યા છે.
જયદેવે પુરી હકિકત જાણી અને થયું કે આ ખટપટી રાજકારણીઓ તો ચોરી ઉપર સીના જોરી કરી રહ્યા છે. કેમકે લાશ ઉપર કોઈ દેખીતી ઈજા જ નહોય તો કાર કેવી રીતે તેની સાથે અથડાઈ હોઈ શકે? અને અથડાયા સિવાય ગળાના અંદર ના ભાગે આ ટ્રેકીઆ શ્ર્વાસ નળી પણ કઈ રીતે તૂટે ? આવા પ્રશ્ર્નો ઉદભવતા જયદેવ કોટકુવા પીએમ ડોકટરને મળ્યો અને તેણે ઉદભવતા પ્રશ્ર્નો અંગે ચર્ચા કરતા આ પીએમ ડોકટરે કહ્યું કે આ ટ્રૈકીઆ ગળાના અંદરના ભાગે ખૂબજ નાજૂક હોય છે જેના ઉપર સામાન્ય દબાણ આવે તો પણ તે તૂટી જાય અને માણસનું મૃત્યુ થઈ શકે ! આથી જયદેવે બીજો પ્રશ્ર્ન પૂછયો કે તો ગળાની ઉપર બહાર ના ભાગે પણ થોડી ઘણી ઈજા થવી જોઈએ ને? આથી પીએમ ડોકટરે બનાવટ કરીને કહ્યું કે કારનું બોનેટ એક ક્ષણ માટે ગળાના ભાગે દબાયું હોય તો ગળુ સ્થિતિ સ્થાપક હોઈ ઈજા ન પણ આવે ! જોકે પર ઝડપે કાર અથડાઈ હોય તો આ દલીલ સાવ ખોટી જ સાબીત થતી હતી પરંતુ કાયદાની ભાષામાં આ ડોકટર હવે નિષ્ણાંત ગણાય અને લાશના અંતિમ સંસ્કાર થઈ ગયા હોય ડોકટરના નિર્ણયને પડકારી શકાય તેમ પણ નહતુ.
બીજી તરફ રાષ્ટ્રવાદી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે સાહેબ સાચી અને તટસ્થ તપાસ કરો આ રાજકીય કાવત્રુ છે. જો ગામના પાદરમાં સરેઆમ બોલેરો કાર અથડાઈ હાય તોઆ બનાવ ગામના આ એક માત્ર ચૌદસીયા માજી સરપંચે જ જોયો હોય તે કેમ બને? જયદેવે કરલી ગામની વિજીટ કરી લોકોને મળ્યો, મૃતક વાડી કૂવો, કયારાની બારીકાઈ થી તપાસ કરી ફોરેન્સીક સાયન્સના નિષ્ણાંતથી પણ તપાસ કરાવી પરંતુ ત્યાં કોઈ નોંધનીય પૂરાવો મલ્યો નહિ (રહેવા દીધો હોય તો મળે ને?)
હવે પોલીસ માટે તો રેકર્ડ ઉપર ઉપલબધ્ધ દાર્શનીક સાહેદ અને ડોકટરનો મેડીકલ એવીડન્સ જોતા ખૂનનો ગુન્હો જ નોંધવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ જયદેવ માટે હવે તે સિવાય કોઈ છૂટકો પણ ન હતો કેમકે ખોટા સાક્ષીને ખોટો સાબીત કરવાની મુશ્કેલી હતી ત્યાં આ ખોટા સાક્ષીને નિષ્ણાંતે (ખોટા ડોકટરે) સમર્થન આપી પોલીસને મુકેલીમાં મૂકી દીધી હતી.
આ ખૂનનો ગુન્હો દાખલ થતાજ પ્રચંડ રાજકીય તોફાન ઉભુ થઈ ગયું. તાલુકાની દસે દસ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હારેલી રાષ્ટ્રીય પાર્ટીના લોકો ગેલમાં આવી ને બોલતા હતા કે આ નવી નવી સત્તા મેળવેલી રાષ્ટ્રવાદી પાર્ટીને તંત્ર પાસેથી કામ કેમ કઈ રીતે લેવું તે શું ખબર પડે ? (જયદેવ મનમાં સમજતો હતોકે બે નંબરી રીતે કુડકપટથી પરંતુ એક સરકારી અધિકારી તરીકે તો તે પોતે કોઈ આવો ભેદભાવ વાળો પક્ષપાતી ગણાય તેવો ઉચ્ચાર કરીજ ન શકે ને?) જયદેવને મનમાં આક્રોશ એ વાત નો હતો કે આ લોકોએ પીએમ ડોકટરનો દૂરપયોગ કરીપોલીસ તંત્ર ને હાથો બનાવી એક નિદોર્ષ વ્યકિતને ખૂન જેવા ગંભીર ગુન્હામાં ધરપકડ કરવી પડે તેવા સંજોગો ઉભા કર્યા હતા. ખૂબ મોડે મોડેથી વાતો વાતથી જાણવા મળેલુ કે મૃતક વાડીની પાણીની કુંડીમાં પડી જતા મૃત્યુ પામેલ હતા. પણ તે પાછળથી હવે તેનો શું પુરાવો ?
ઉંઝાના વિધાયક રાષ્ટ્રવાદી પાર્ટીના જ હતા અને રાજય સરકારમાં મંત્રી પણ હતા તેમણે જયદેવનો સંપર્ક કર્યો પીઆઈ જયદેવે જે સત્ય હતી તે તમામ બાબતો વિગતવાર રીતે તેમણે જણાવી દીધી અને કહ્યું પણ ખ કે પૂરાવાકીય રીતે હવે આ કિસ્સામાં પોલીસ લાચાર છે જોકે વિદ્યાયક પણ પોતાના માણસો દ્વારા કરલી ગામે તપાસ કરાવતા આ બાબતામં કોટકુવા પીએમ ડોકટર, તાલુકાના રાષ્ટ્રિપાર્ટીના પ્રમુખ અને હારેલા માજી સરપંચનું આ કપટ અને દુર્બુધ્ધી પુર્વકનું ષડયંત્ર હોવાનું સ્પષ્ટ રીતે જણાય આવેલું તેમ છતા તેમણે જયદેવને કહ્યું કે તમારી સઘળી તાકાત અને બુધ્ધિનો ઉપયોગ કરી, ગમે તેમ કરી એક નિદોર્ષ વ્યકિતને ખૂનના ગુન્હામાં જેલમાં જતા બચાવો.
જયદેવ પણ મનમાં વિચારતો હતો કે એવો કોઈ તટસ્થ પૂરાવો મળતો નથી કે ચૂટાયેલા સરપંચે આ મૃતક સાથે કાર અથડાવી ન હોય ! તેની સામે ખોટા ફરિયાદી અને સાક્ષી તથા મેડીકલ (નિષ્ણાંતનો) પૂરાવો આ ચાલુ સરપંચ વિધ્ધ પાકા પાયે ઉભો કરેલો હતો.આથી તાલુકામાં કોમી તોફાનો પછીનો બીજો રાજકીય વાવાઝોડા પી માહોલ ઉભો થયો હતો. ઉંઝાના વિધાયક સતાધારી પાર્ટી ના મીનીસ્ટર હોવા છતા સરપંચની ધરપકડ ટળે તેવી કોઈ શકયતા જણાતી નહતી.
કરલી ગામના અમુક લોકો વેપાર ધંધા અર્થે અમદાવાદ-બાપુનગર વિસ્તારમાં સ્થાયી થયેલા હતા જેઓ રાષ્ટ્રવાદી પાર્ટી સાથે સંકળાયેલા હતા અને બાપુનગરના વિધાયક રાજય સરકારના ગૃહમંત્રી હતા આથી કરલી ગામના મુળવતનીઓ વાયા બાપુનગર ગૃહપ્રધાનને મળ્યા (મતદારની એ) ગૃહપ્રધાને કહ્યું અરે એમાં શું? નિદોર્ષને જ છોડાવવો છે ને? આથી પ્રથમ તેણે ઉંઝાના વિધાયકનો સંપર્ક કર્યો કે જે પણ તેમની જેમ સરકારના મંત્રી મંડળમાં જ હતા. ઉંઝાના વિધાયકે જ કેસની સઘળી હકિકત સ્થાનિક ડોકટર રાષ્ટ્રીય પાર્ટીના તાલુકા પ્રમુખ વિગેરેના ષડયંત્રની વિગત જણાવી દીધી. પરંતુ ગૃહ પ્રધાન એટલે રાજયનું સમગ્ર પોલીસ દળ તેમના તાબામાં આવતું હોય તેમાં એક પીઆઈ શુ વિસાતમાં ? તેમણે જયદેવ સાથે મોબાઈલ ફોનથી વાત કરી નિદોર્ષ વ્યંકિતને બચાવવા જણાવ્યું આથી જયદેવે કહ્યું સાવ સાચી વાત છે. સરપંચ નૈતિક દ્રષ્ટિએ નિદોર્ષ છે. પરંતુ કાયદો અને રજૂ થયેલાપૂરાવા મુજબ ગુનેગાર ઠરે છે. તેમ છતાં સાચો ન્યાય એટલે કે પોલીસ સમક્ષ રજૂ થયેલ પૂરાવા સાચા છે કે ખોટા કે ઉભા કરેલા તે તો ન્યાયની અદાલતમાં જ નકકી થાય આ કેસ ના હાલના તબકકે પોલીસ તેને નિદોર્ષ ગણી ધરપકડ ટાળી શકે નહિ આથી ગૃહ પ્રધાને જણાવ્યું છતા તમે વિચારો વધુ તપાસ કરી સત્યને ઉજાગર કરો પરંતુ આ તબકકે અને સંજોગો જયદેવ ખોટુ કાવત્રુ છે તેમ જાણતો હોવા છતાં સરપંચની ધરપકડ સિવાય તેને માટે કોઈ વિકલ્પ નહતો.
એક બાજુ રાજય વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણી જળૂંબી રહી હતી, તમામ રાજકીય પક્ષો મતની લાલચમાં ગમે તેવા ગતકડા કરી જનતામાં એવી છાપ ઉભી કરવા પ્રયત્ન કરી રહ્યા હતા. કે પોતે જ શાસન ચલાવવાને લાયક છે. આ માન્યતા અનુસાર રાષ્ટ્રીય પાર્ટી ઉંઝાના તાલુકા પદાધિકારી પ્રમુખે આ કરલીનો કિસ્સો પોતાની હોશિયારી અને આવડતનો તો ખરો પણ પ્રતિષ્ઠાનો પણ બનાવી દીધો હતો. જયદેવ જનતાની નાડ જાણતો હતો અને તેથી એ પણ જાણતો હતો કે બહુમત પ્રજા આ માજી સરપંચના ખોટા અને હલકટ કાવત્રાથી વાકેફ છે. અને પ્રજા તેનાથી નારાજ પણ છે. પરંતુ પોલીસના હાથ કાયદાથી બંધાયેલા હતા. તો રાષ્ટ્રવાદી પાર્ટીના નેતાઓ અને આગેવાનો કોઈ પણ સંજોગોમાં સરપંચની ખોટી ધરપકડ ન થાય તે માટે એડીચોટીનું જોર લગાવતા હતા.
આથી જયદેવે આ ગુન્હાની તપાસ પ્રથમ જાણવા જોગથી લઈ તમામ તબકકા સુધીની ફેરથી અભ્યાસ કરી એકવિસ મુદા નકકી કરી જીણવટ ભરી તપાસ શ કરી તેમ છતા એવા કોઈ સંજોગો જણાતા ન હતા કે સરપંચની ધરપકડ ટળે અને આ માજી સરપંચ અને તેની ટણક ટોળકી ખોટી છે અને પૂરાવા ખોટા ઉભા કરેલ છે. માજી સરપંચ ને તો તાર્કિક દ્રષ્ટિએ જૂઠા ઠરાવી શકાય પરંતુ નિષ્ણાત પી.એમ. ડોકટરના અભિપ્રાયને ખોટો ઠરાવવા કે ટેકનીકલી અન્ય બાબતથી શંકા ઉભી કરવી શકય ન હતી.
આ તરફ મૂળ કરલીના બાપુનગરનાં મતદારોનું ગૃહપ્રધાન ઉપર સતત દબાણ ચાલુ હતુ કે સરપંચને બચાવો ગૃહ પ્રધાનનો જયદેવ ઉપર પ્રથમ ફોન આવ્યા પછી લગભગ દસ પંદર દિવસ સુધી નિયમિત રીતે રાત્રીનાં દસ વાગ્યા પછી ગૃહપ્રધાનનો જયદેવ ઉપર અવશ્ય ફોન આવતો અને એકાદ કલાકઆ કરલી ખૂન કેસની ચર્ચા કરતા દરેક દિવસે દલીલોને અંતે જયદેવ જણાવતો કે પડેલ પૂરાવા અંગે પોતે કાયદાથી બંધાયેલો છે.આથી છેલ્લે ગૃહપ્રધાને જયદેવને જણાવ્યું કે તો આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાશે અને તમારી વિધ્ધ પણ ઈન્કવાયરી તપાસ થશે તો તમને કેવું લાગશે? આથી જયદેવે કહ્યું ભલે સીઆઈડીની તપાસ થાય અને ઉંઝા પોલીસની ઈન્કવાયરી પણ થાય તેનો વાંધો નથી. પરંતુ ન્યાય થાય. આથી આ ખૂન કેસની તપાસ ગૃહપ્રધાને સીઆઈડી ક્રાઈમ ને સોંપી સાથે ઈન્કવાયરી પણ.
સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપીએ આ કેસની તપાસ સંભાળી વિગતે તપાસ કરી બંને પક્ષોને વિગતે તપાસ્યા આખરે સીઆઈડી ક્રાઈમે પણ ખોદયો ડુંગર અને કાઢ્યો ઉંદર ‘માફક સરપંચની ધરપકડ તો કરી જ પણ ઈન્કવાયરીમાં એક જમાદારને ખાતાકીય તપાસનો ચાર્જ પણ મળ્યો.
જયદેવને અફસોસ એ વાતનો હતો કે પોતે નિર્દોષ વ્યકિતને બચાવી શકયો નહિ, પણ ન્યાયની અદાલતે સુનાવણીને અંતે આઠ મહિના પછી આરોપી સરપંચને દોષ મૂકત જાહેર કરેલા પછીતો બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થઈ ગયેલું અને હાલમાં બંને પક્ષો હળી મળી ને રહે છે. પરંતુ પોલીસ માટે તો કોમી તોફાનોના બળતા માહોલમાં આ કિસ્સામાં ધી હોમેલ અને વધારાની અને ઉછીની ઉપાધી આવેલી જયદેવે વિચારતો હતો કે આઝાદી પછી પૂખ્ત અને મજબૂત થતી લોકશાહીમાં જનતામાં તો પીઢતા આવતી જતી હતી. પરંતુ અમુક રાજકારણીઓ પીંઢારા પધ્ધતિ છોડતા નહતા અને સતા માટે આવી સાઠમારી કરતા હતા. (ક્રમશ:)