ઇન્ડીયન ઓઇલ અન્ય ૧૧ રીફાઇનરી સાથે જોડાવાનું પ્લાનીંગ કરી રહ્યું છે
ઇન્ડીયન ઓઇલ દ્વારા મુંદ્રામાં આવેલ. (ગુજરાત સ્ટેટ પેટ્રોલ) જીએસપીનું એલએનજી ટર્મીનલ ખરીદવાની વિચારણા ચાલી રહી છે. ઇન્ડીયન ઓઇલ બોર્ડ દ્વારા માર્ચમાં અપાયેલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતુ કે તેમણે પાંચ મીલીયન ટન એલએનજી ટર્મીનલની સ્થાપના માર્ચમાં કરવામાં આવી છે. આ ટર્મીનલને ગુજરાત રાજયમાં આવેલ અંજારના જીએસપીસી યુનિટના પાઇપલન નેટવર્ક સાથે જોડાણમાં આવશે.ઓડીશાના ધામરામાં આવેલ અદાણી એન્ટરપ્રાઇઝમાં અન્ય એક ટર્મીનલનો હિસ્સો પણ ગત વર્ષે ઇન્ડીયન ઓઇલ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર ઇન્ડીયન ઓઇલએ દેશમાં નેચરલ ગેસ ક્ષેત્રમાં બીજા નંબરની કંપની છે.ઇન્ડીયન ઓઇલ દ્વારા નેચરલ ગેસ ઇન્ફાસ્ટ્રકચર અને ઇન્વેસ્ટમેન્ટ અને માર્કેટીંગમાં નોંધ પાત્ર વધારો થઇ રહ્યો છે.ઇન્ડીયન ઓઇલ કંપનીના ચેરમેન સંજીવસિંહે જણાવ્યું હતું કે ૨૦૧૮માં કંપની દ્વારા ગેસ વેલ્યુ મેઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરાયું છે.જે એલએનજી ટર્મીનલથી સીટીમાં ગેસ ઉપલબ્ધ કરવવા માટે ચેન્નઇના કામ હાજર પાર્ટ પરથી પાંચ મીલીયન મેટ્રીક ટન ગેસ વિતરીત કરવામાં આવશે.ઇન્ડીયન ઓઇલ અન્ય ૧૧ રીફાઇનરી સાથે જોડાવવાનું પ્લાનીંગ કરી રહીછે.કે જેનું હાલનું વાર્ષીક ઉત્પાદન ૮૧ મીલીયન ટન જે આવતા પાંચ વર્ષમાં ૧૦૦ મીલીયન ટન સુધી વધારાશે.