Table of Contents

સુરેન્દ્રનગરની મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્કને હસ્તગત કરી નવી સંસ્થા સ્થાપીને રૂ.૮૪૦૦ કરોડનું રાજયવ્યાપી કૌભાંડ

મહા મહેનતે એકત્ર કરેલી મરણમુડી ફસાતા ખાતેદારોની માથે ઓઢીનેરોવા જેવી સ્થિતિ: સ્થાપકની ધરપકડકરીને પોલીસે તપાસ આદરી: થાપણ ગુમાવનારાઓએ સીઆઈડીમાં ફરિયાદ કરવાનીરહેશે


કો-ઓપરેટીવ સોસાયટી રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરીવિના જ બેન્કિંગ પ્રવૃતિઓ કરતી હોવાનું ખુલતા ખળભળાટ: સંસ્થાદ્વારા બેન્કિંગના કાયદાઓની સતત અવગણના

સુરેન્દ્રનગર, ઉસ્માનપુરા, સુરત, ડિસા, ધાનેરા અને વડોદરા સહિતના શહેરોમાં આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની બ્રાન્ચો કાર્યરત હતી

સ્થાપક મુકેશ મોદી અને તેમના પરિવારના સભ્યોએ પોન્ઝીસ્કીમ શરૂ કરી અને આ સ્કીમ માટે સંખ્યાબંધબનાવટી કંપનીઓ પણ ઉભી કરી 

સુરેન્દ્રનગર મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકને હસ્તગત કર્યા બાદ આદર્શ ક્રેડીટકો.ઓપરેટીવ સોસાયટીના નામે ચાલતા એકમે રૂ.૮૪૦૦ કરોડનું રાજય વ્યાપી કૌભાંડ આચર્યું હોવાનુંસામે આવ્યું છે. આદર્શ ક્રેડીટ કો-ઓપરેટીવઅચાનક બંધ થઈ જતાં ૨૦ લાખથી વધુ રોકાણકારોની થાપણો ફસાઈ ગઈ છે. મહા મહેનતે એકત્ર કરેલી મરણમુડી ફસાઈ જતા થાપણદારોને માથે ઓઢીને રોવાનો વારોઆવ્યો છે. જો કે, પોલીસે આદર્શ ક્રેડીટકો-ઓપરેટીવના સંચાલકની ધરપકડ કરીને તપાસનો દૌર શરૂ કર્યો છે.જે કોઈ થાપણદારોના આ કો-ઓપરેટીવ સોસાયટીમાં પૈસારોકાયેલા હોય તેઓ સીઆઈડીમાં ફરિયાદ નોંધાવી શકે છે.

IMG 20181214 WA0010

સુરેન્દ્રનગર મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકને મુકેશ મોદી નામના શખ્સે હસ્તગતકરીને આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની સ્થાપના કરી હતી.બાદમાં તેને ઉષ્માનપુરા, સુરેન્દ્રનગર,સુરત, ડીસા, ધાનેરા અને વડોદરાસહિતના શહેરોમાં બ્રાન્ચો શરૂ કરી હતી. આ બ્રાન્ચમાં ૨૦ લાખથી વધુ રોકાણકારોએ પોતાની થાપણો મુકી હતી. થાપણ કુલ રૂ.૮૪૦૦ કરોડે પહોંચતા સ્થાપકે કો-ઓપરેટીવ સોસાયટીને તાળા મારી દેતા ૨૦ લાખથી વધુ રોકાણકારોના શ્વાસ અધ્ધર ચડી ગયા છે. રોકાણકારોની રૂ.૮૪૦૦ કરોડ જેવી મુડી હાલ ફસાઈ જવા પામી છે.

મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવના રજિસ્ટ્રાર દ્વારા છ માસ પૂર્વે કો-ઓપરેટીવ સોસાયટીને નોટિસ આપી ગેરરીતિ સમક્ષ મેનેજમેન્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ પ્રકારના પગલા લેવામાંન આવ્યા હતા અને ગેરરીતિ ચાલુ રાખવામાં આવી હતી. અંતે કો-ઓપરેટીવ સોસાયટીના ઉઠમણા થઈ જતાં સંચાલક મુકેશ મોદીની ધરપકડ કરવામાં આવી હતી.ઉપરાંત આ સંસ્થા દ્વારા રિઝર્વ બેંકની મંજૂરી વિના જ બેન્કિંગ પ્રવૃતિકરવામાં આવી રહી હતી.

IMG 20181214 WA0007 1544759996018

આ કૌભાંડના માસ્ટર માઈન્ડ એવાઆદર્શ કો-ઓપરેટીવ સોસાયટીના સ્થાપક મુકેશ મોદીની રાજસ્થાન ખાતેના તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા તપાસનો દૌર શરૂ છે. વધુમાં એવું પણ જણાવાયું છે કે, જે કોઈ થાપણદારોએ આ સોસાયટીમાં પૈસાનું રોકાણકર્યું હોય તેઓ સીઆઈડીમાં પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. તપાસ દરમિયાન ખુલવા પામ્યું હતું કે, મુકેશ મોદી અને તેમના પરિવારના સભ્યોએ પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી તે માટે તેમણે સંખ્યાબંધ બનાવટી કંપનીઓપણ ઉભી કરી હોવાનું બહાર આવ્યું છે. તેઓએ કુલ રૂ.૮૪૦૦ કરોડની રકમ અન્યત્ર જગ્યાએ ડાયવર્ટ કરી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના અન્ય રાજયોમાં આવેલા એકમોમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા હતા. આ દરોડામાં એકત્રીત કરવામાં આવેલી માહિતીના આધારે જ મુકેશ મોદીની ધરપકડ થઈ હતી.

ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના સભ્ય ન બની શકે તેવી કંપનીઓનેશા માટે સભ્ય બનવાની મંજૂરી આપવામાં આવી છે તેવું જણાવી સેન્ટ્રલ રજિસ્ટ્રારે મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ એકટની કલમ ૨૫ની જોગવાઈ હેઠળ તેમને નોટિસ આપીહતી. ક્રેડિટ સોસાયટીએ યોગ્ય ચકાસણી કર્યા વગર જ લોન મંજૂર કરીદીધી હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. લોન મંજૂર કરવામાં ચોકકસ પક્ષકારો પ્રત્યે પક્ષપાતી વલણ દાખવવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ થવા પામ્યા છે.થાપણદારોના નાણાનો અંગત હેતુ માટે દૂરઉપયોગ કરવામાં આવ્યો છે.

સહકારી સંસ્થાના સિધ્ધાંતોની ઘોરઉપેક્ષા કરીને ક્રેડિટ સોસાયટીનો વહીવટ ચલાવવામાં આવતો હતો. સોસાયટી માત્ર સભ્યોની થાપણો જ સ્વીકારી શકે છે પરંતુ બોગસ ડિપોઝીટર્સ પણ સંસ્થાના રજિસ્ટરમાં સામેલ હોવાનું જોવા મળતા ખળભળાટ મચીજવાપામ્યો છે.

આ ક્રેડિટ સોસાયટી બાહ્ય સ્ત્રોતો પાસેથી પણ ભંડોળ એકત્રીત કરતી હોવાનું ધ્યાને આવ્યું હતું. રિઝર્વ બેંકની કોઈપણ જાતની મંજૂરી વગર ક્રેડિટસોસાયટી બેંકિંગના કાયદાઓની અવગણના કરતી હતી. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.