માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ત્રીજા દિવસે ૩૫૦૦૦ થી વધુ ભાવિકો ઉમટયા
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટને આંગણે માનવ ઉત્કષર્ર્ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પ્રેરણાત્મક માનવ ઉત્કર્ષ પ્રદર્શન અને વ્યસનમુકિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવના તૃતીય દિને વકતા પૂ.અપૂર્વમુનિ સ્વામીએ ‘હું અને મારા સંતાનો’ વિષય પર વકતવ્યનો શહેરના ૩૫૦૦૦થી વધુ ભાવિક ભકતોએ લાભ પ્રાપ્ત કર્યો. મહોત્સવમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ઈન્દ્રનીલ રાજયગુરુ, પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળીયા, મ્યુનીસીપલ કમિશનર બંછાનીધી પાની, શિવસેના પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી ઉપસ્થિત રહ્યા હતા.
વ્યાસાસન પરથી પૂ.અપૂર્વમુનિ સ્વામીએ જણાવયું હતું કે ,વિશ્વના મહાન વૈજ્ઞાનિક સર આલ્બર્ટ આઈનસ્ટાઇનને એક વખત એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે, શું આપ ચમત્કારમાં શ્રધ્ધા ધરાવો છો? ત્યારે આઈનસ્ટાઇને હા પાડી. પત્રકારે બીજો પ્રશ્ન પૂછ્યો કે તો આપના માટે પૃથ્વી પરનો ભગવાનનો શ્રેષ્ઠ ચમત્કાર કયો? જવાબમાં આઈનસ્ટાઇને કહ્યું, બાળકો. ખરેખર ફૂલ જેવા કોમળ, આશ્ર્ચર્ય અને વિસ્મયના પ્રતિક સમા બાળકોથી વિશેષ ચમત્કાર બીજે કયાં શોધવા જવો? છતા આજે દુુ:ખ સાથે કહેવુ પડે છે કે જે ભૂમિ પર આઈનસ્ટાઇને ઉપરોકત વાત ઉચ્ચારેલી એ જ અમેરિકામાં આજે બાળકોની ગંભીર અવહેલના થઈ રહી છે. ન માત્ર અમેરિકામાં પરંતુ આપણા ભારતમાં બાળકોની સ્થિતિ કંઈ સારી નથી.
સંસ્કારોના અભાવે આજે આપણા સંતાનો વિકૃત વાતાવરણની ધૂળમાં રગદોળાય રહ્યા છે. આ વાતનો આપણને એક વાલી તરીકે ખ્યાલ પણ નથી આવતો. અરે આશ્ર્ચર્ય તો ત્યારે થાય કે ઘણીવાર આપણે જ આપણા સંતાનોના પતનનું કારણ બની એ છીએ. આ સાંપ્રત પરિસ્થિતિમાં સુધારા લાવવા એક વાલી તરીકે મારા સંતાનો વચ્ચે આત્મીયતા વધે તેવો કોઈ માર્ગ છે ? હા, વિશ્ર્વવંદનીય સંત પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે, ‘જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહી આપો તો સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’
એક વાલી તરીકે આપણે આપણા સંતોનોની તમામ જ‚રીયાતો પૂરી કરી. બાળકને મોબાઈલ આપ્યા, સારી સ્કૂલમાં એડમીશન અપાવ્યું, એકટીવા અને બાઈક આપ્યા, પણ શું આપણે બાળકને સંસ્કાર આપ્યા? બાળકની તમામ જ‚રીયાત પૂર્ણ કરવામાં બાળકના સંસ્કારને, બાળકના જીવન ઘડતરને તમે ભૂલી તો નથી ગયા ને? વાલી તરીકે કેવળ સહી જ નથી કરવાની હોતી પરંતુ આપણે પણ એક આદર્શ વાલી બનવાનું હોય છે. અને આદર્શ વાલી તરીકે આપણા સંતાનોનું આદર્શ ઘડતર કરવાનું છે. દશરથ બન્યા વગર રામનું સર્જન શક્ય નથી. નંદ બન્યા વગર કૃષ્ણનું સર્જન શક્ય નથી. તેમ આદર્શ મા-બાપ બન્યા વગર આદર્શ સંતાનનું સર્જન શક્ય નથી. પૃથ્વી પર મા-બાપ વગર કોઈ બાળકને જન્મ નથી આપી શકતું, તેમ માતા-પિતા વિના બાળકને કોઈ સંસ્કાર નથી આપી શકતું.
આજના યુગમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વઘ્યું છે. આધુનિક શાળાઓ, તાલીમબદ્ધ શિક્ષકો, તમામ પ્રકારની સવલતો, છતાં આજે જે ઝડપે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે તે જ ઝડપે બાળ અપરાધીઓનું પ્રમાણ પણ કેમ વધી રહ્યું છે ? આજે જે ઝડપે કમ્યુનિકેશન ટેકનોલોજી વિકાસ પામે છે તે જ ઝડપે વચ્ચેના સંબંધોમાં તિરાડ કેમ પડવા લાગી છે ? આજે આપને સૌ ૩-જી અને ૪-જી વાપરતા થઈ ગયા છીએ છતા આજે જનરેશન ગેપ કેમ વધતો જાય છે ? આજે ભારતમાં દર મહિને એક સ્કૂલ નિર્માણ પામે છે અને દર મહિને એક વૃદ્ધાશ્રમ. કોણ છે જવાબદાર ?
પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ કહે છે, ‘બાળકો ઈશ્ર્વરનું મહાન સર્જન છે. તેઓ પ્રભુના પયગંબર છે.’ બાળકના યોગ્ય ઉછેર માટે ઘરમાં શિસ્ત, સંયમ, આનંદ, ઉત્સાહ, પ્રેમ, શ્રદ્ધા અને નિખાલસતાના સંમિલન સમું અને સંવર્ધક વાતાવરણ હોવું જોઈએ. બાળકોને કેળવવા એ કળા છે. એમાં જેટલો સમય ગાળશો એટલા જ સારા ફળ મળશે. પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજે પોતાના બાળકોના સંસ્કાર ઘડતર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. વિવેકાનંદ સ્વામીએ કહ્યું હતું કે, ‘મને ૧૦૦ નચિકેતા આપો તો હું ભારતની રોનક બદલી નાખું’. પ્રમુખ સ્વામી મહારાજે નચિકેતા માંગ્યા નથી… પોતાના કાર્ય દ્વારા લાખો નચિકેતાનું સર્જન કર્યું છે