ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર જીઓને સ્પીડના મામલામાં આઈડિયાએ પછાડ આપી છે. દુરસંચાર કંપની આઈડિયા સેલ્યુલર કહ્યું કે તેમની ૪જીની અપલોડની સ્પીડ ગયા મહિના કરતા આ મહીને સૌથી વઘુ રહી છે. કંપની દુરસંચાર નિયામક ભારતીય દુરસંચાર વિનીયામક પ્રાધિકરણના માઈ સ્પીડ ટેસ્ટના આકડાઓ પ્રમાણે આઈડિયામાં ગયા મહીને તેમની સ્પીડ ૬.૩૦૭ મેગાબાઈટ પ્રતિ સેકન્ડ હતી.

કંપનીએ જણાવ્યું કે તેમને દેશમાં ૨.૬૦ લાખ સ્થળપર નેટવર્ક વિસ્તારિત કર્યું છે. જેમાં ૫૦ % મોબાઈલ બ્રોડબેડ સાથે સંબધિત છે. બ્રોડ બેડ સ્પીડ માપવાવાળી ફર્મ ઓપન્સીગ્રલ ના નવીનતમ રીપોર્ટ અનુસાર તેમના ૩જી અને ૪જી સ્પીડ ચાર્ટમાં ભારતીય એરટેલ પહેલાં રહી છે જયારે ૪જીનિ ઉપલબ્ધતા સાથે રિલાન્સ જીઓ આગળ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.