લગ્નનો શુભ પ્રસંગ હોય અને તેમાં ડેઝર્ટ તરીકે આઈસ્ક્રીમ ન હોય તેવું બને ? રંગીલા રાજકોટવાસીઓ આમ પણ ખાવા પીવાના ખુબ જ શોખીન છે. લગ્ન પ્રસંગોમાં ગોલા, જયુસ અને આઈસ્ક્રીમનો લુફત ઉઠાવતા રાજકોટવાસીઓને હંમેશા બીજાથી કંઈક અલગ કરવાની ઈચ્છા હોય છે.
રાજકોટમાં જ તૈયાર થતો ‘ગંગોત્રી’ આઈસ્ક્રીમ સ્વાદની સાથે શુઘ્ધતાનો વિશ્ર્વાસ રાખે છે. ગંગોત્રી આઈસ્ક્રીમની અવનવી વેરાયટીને કારણે લગ્નપ્રસંગોમાં લોકો આઈસ્ક્રીમ ભરપુર આરોગે છે. ગંગોત્રી આઈસ્ક્રીમમાં અમેરિકન ડ્રાયફ્રુટ, કેસર, અફઘાન મેવા સહિતની તમામ ફલેવર સ્વાદના શોખીનોની હૈયે અને જીભે વસી ગયો છે. મોટા મોટા પાર્ટી પ્લોટમાં કોઈપણ ફંકશન હોય ‘ગંગોત્રી આઈસ્ક્રીમ’નો સ્વાદ દરેકની જીભે વસી ગયો છે.
ગંગોત્રી આઈસ્ક્રીમના ચંદુભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલ આઈસ્ક્રીમ, બેકરી અને દુધની વાનગીનો રસથાળ પિરસી લોકોના દિલ જીતી લીધા છે.