શું આઇસ્ક્રીમ જલદી ઓગળી જાય છે?
આઇસ્ક્રીમનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પરંતુ ઓગળવાની બીકે જલદી જલદી ખાવી પડે છે જો કે હવે તમારે આ ચિંતા કરવાની જ‚ર નથી કારણકે જાયાનતા વૈજ્ઞાનિકોએ આઇસ્ક્રીમ ખાધા પહેલા ઓગળવાથી રોકવાનો એક રસ્તો શોધી કાઢ્યો છે.
– જાપાનમાં કનઝાવા યુનિવર્સિટના રિસર્ચરોઓ આઇસ્ક્રીમના મેલ્ટિંગ પોઇન્ટ વધારીને તે જ આકારમાં રાખવાનો રસ્તો શોધી લીધો છે. જેમાં મેલ્ટિંગ પોઇન્ટમાં એ તાપમાન હોય છે કે જે કોઇ કડક પદાર્થને પીગાળે છે.
– તેમજ વૈજ્ઞાનિકોએ સ્ટ્રોબેરીમાંથી નિકળતા પોલીફિનોલ દ્રવ્ય સાથે મળીને એક વિશિષ્ટ આઇસ્ક્રીમ બનાવવામાં આવી.
જે આઇસ્ક્રીમ તમે પીગળ્યા વગર ‚મમાં ૩ કલાક સુધી રાખી શકો છો. તેમજ રિસર્ચએ આઇસ્ક્રીમનો ટેસ્ટ કરવા માટે હેયર ડ્રાયર ચલાવ્યુ તેમ છતા પણ આઇસ્ક્રીમ તેજ આકારમાં રહી હતી.
તો શું પોલીફિનોલ : –
કનઝાવા યુનિવર્સિટીના પ્રોફેસર કહે છે કે ‘પોલી ફિનોલ દ્રવ્યમાં એવો ગુણ હોય છે કે જે પાણી અને તેલને અલગ કરવુ મુશ્કેલ થઇ જાય છે. તેમણે એ પણ કહ્યુ કે આ દ્રવ્યવાળી આઇસ્ક્રીમ લાંબા સમય સુધી તેના મૂળ‚પે રાખી શકાશે અને જલ્દીથી પીગળશે નહી. આ અનોખી આઇસ્ક્રીમ ચોકલેટ, વેનીલા અને સ્ટ્રોબેરી ફ્લેવરમાં પણ ઉપલબ્ધ છે.