ઉત્તર ભારતમાં મોસમ સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. આકરી ઠંડી અને ભારે ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઠંડીની સાથે રોડ પર ધુમ્મસ પણ જોવા મળી હતી. સવારના સમયે યમુના નદીના કિનારે ધુમ્મસના સ્તર જોવા મળ્યા હતા. ઠંડી અને તેના કારણે થયેલા અકસ્માતોની ઘટનામાં છેલ્લાં 24 કલાકમાં 20 લોકોના મોત થયા છે. દર વર્ષે ધુમ્મ્સમાં કારણે માર્ગ અકસ્માતમાં જબરદસ્ત વધારો જોવા મળે છે.

ઠંડી અને તેના કારણે થયેલા અકસ્માતોની ઘટનામાં છેલ્લાં 24 કલાકમાં 20 લોકોના મોત થયા

અગાઉ દિવસે દિલ્હી અને કાશ્મીરથી લઈને દક્ષિણ ભારતના તેલંગણા અને દક્ષિણ-પૂર્વના ઓડિશા સુધી 11 રાજ્યોમાં ધુમ્મસને કારણે વાહનોની અવરજવરની ગતિ ધીમી પડી ગઈ હતી. ધુમ્મસ છવાઈ જવાથી જોવામાં તકલીફ પડતાં રોડથી લઈને રેલવે તથા વિમાનોની ઉડાણ પ્રભાવિત થઈ હતી. ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલીયે જગ્યાએ તાપમાનનો પારો શૂન્યથી નીચે (માઈનસમાં) પહોંચી ગયો છે. જમ્મુ-કાશ્મીરનું પહલગામ સૌથી ઠંડું રહ્યું છે.

દેશની રાષ્ટ્રીય રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 8-30 કલાકે દૃશ્યતા શૂન્ય થઈ ગઈ અને પછી સ્થિતિમાં થોડોક સુધારો થયો અને 125થી 175 મીટર સુધી જોઈ શકાવા માંડ્યું હતું. જેના કારણે કેટલીક ફ્લાઇટ મોડી પડી હતી. સાત ઉડાણોને જયપુર અને એકને અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. દિલ્હી એરપોર્ટની ઓથોરિટીએ યાત્રીઓને ફ્લાઇટ પકડવા માટે નિકળથા પહેલા નવા સમયપત્રકની તપાસ કરવા સલાહ આપી છે.હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે, વર્ષના છેલ્લા દિવસોમાં હવામાનમાં પલટાને કારણે યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં વરસાદ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.