દેશમાં કુપોષણના દંભને નાથવા તંત્રના સતત પ્રયાસો

પોષણ સુરક્ષાની ખાતરી અને કુપોષણ સે સુપોષણ કી ઔર જેવા સંવેદનશીલ અભીગમોની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા દર વર્ષે પોષણમાહની ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ સેન્ટ્રલ ગર્વમેન્ટ અને સ્ટેટ ગર્વમેન્ટની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના અર્બન આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા અતિ ઓછા વજનવાળા બાળકો અને ઓછા વજનવાળા બાળકોની ઓળખ કરવામાં આવેલ છે.

જે કુલ  1643  બાળકો છે.ળકોમાં પોષણની ઉણપને લીધે વૃધ્ધી અટકી જવી, શરીર દુબળું રહેવું, જે બાબતોની આંગણવાડીઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં દરેક બાળ લાભાર્થીને ઉંમર પ્રમાણે પોષણક્ષમ ખોરાક કઈ રીતે આપવો તેની સમજુતી આપવામાં આવેલ હતી. અતિ ઓછા વજનવાળા અને સામાન્ય બાળકોના વજનની તુલના કરી વાલીઓને સમજણ આપવામાં આવી હતી. તેમજ સામાન્ય બાળકોને ઘરે આપવામાં આવતા ખોરાક અને અતિ કુપોષિત કે મધ્ય કુપોષિત બાળકોને આપવામાં આવતા ખોરાક વિષે સમજુતી આપવામાં આવેલ.સરકાર ના ટેક હોમ રાશન બાલશક્તિ આટામાંથી ઘરે બનાવી શકાતી વાનગીઓ, બાળકોને ખોરાકમાં કેટલા પ્રમાણમાં શાકભાજી, ફળ આપવા તે તમામ બાબતોની સમજુતીઓ આપવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.