ક્રિકેટની નિયામક સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તે સમયે વિવાદોમાં સપડાઈ ગઈ જ્યારે તેના ઓફિશિયલ ટ્વિટર પેજ પર આસારામ માટે ટ્વીટ કરાયો. ICCએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આસારામનો એક જૂનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, નારાયણ, નારાયણ. જોકે થોડા જ સમયમાં આ ટ્વીટને ડિલીટ કરી દેવાયું અને માફી માગતું એક ટ્વીટ પણ કરવામાં આવ્યું. પરંતુ ત્યાં સુધીમાં યુઝર્સે તેના સ્ક્રીન શોટ લઈ લીધા હચા અને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.તેના થોડા જ સમયમાં ICCએ વીડિયો શેર કર્યો. વીડિયો નરેન્દ્ર મોદીના PMબનતા પહેલાનો છે. જણાવી દઈએ કે વીડિયો ICCના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરાયો હતો તે કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ વાઈરલ થઈ રહ્યો હતો. કોંગ્રેસે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર તે વીડિયોને શેર કર્યો છે.ICCપોતાની આ ભૂલ પર માફી માગતા લખ્યું કે, આજે નોન ક્રિકેટ ટ્વીટ પેજ પર કરાવાથી અમે નિરાશ છીએ. અમે બધા ઈમાનદારી સાથે માફી માગીએ છીએ. આ કેવી રીતે થયું અમે તેની તપાસ કરીશુ. આ પહેલાICCના ટ્વિટર હેન્ડલ પરથી માત્ર ક્રિકેટ સાથે સંબંધિત ટ્વીટ જ કરવામાં આવતા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com