ઓગસ્ટ માસના અંત સુધીમા icc રાઈટ્સ આપવા માટેની હરાજી કરશે !!!
ઇન્ડિયન પ્રીમિયર લીગ અત્યારના સમગ્ર વિશ્વમાં અત્યંત પ્રચલિત બની ગયું છે ત્યારે હવે બીસીસીઆઈ દ્વારા આઇપીએલના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ પણ આપવામાં આવ્યા છે અને તે અંગેની હરાજી પણ કરાઇ છે. ત્યારે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ બાદ આઇસીસીએ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પણ ચેનલ અને ડિજિટલ રાઇટ્સ માટે ની હરાજી કરવામાં આવશે જે અંગે તેઓએ જણાવ્યું હતું કે આ માટે ઓગસ્ટ માસના અંત નો સમય નિર્ધારિત કરવામાં આવેલો છે.
આગામી આઇસીસી મેન્સ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ને લોકો સમક્ષ દર્શાવવા માટેના રાઇટ્સ આપવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ઓગસ્ટ માસ સુધીમાં દરેક ઈચ્છા ધરાવતા કંપનીઓને અરજી કરવા માટે જણાવ્યું છે અને ત્યારબાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ આ અંગે હરાજી કરાશે. હાલ ખૂબ જ ઓછા ભાવ બ્રોડકાસ્ટિંગ અને ચેનલ રાઈટ્સ માટે લગાવવામાં આવે છે જેનું મુખ્ય કારણ એ છે કે હાલના તબક્કે ક્રિકેટ અત્યંત લોકપ્રિય રમત બની ગઇ છે અને લોકો ને નિહાળવા માટે ઘણો ખરો ક્રેઝ છે આ સાથે હવે ડિજિટલ માધ્યમ પણ બ્રોડકાસ્ટિંગ રાઈટ અને ડિજિટલ રાઇટ્સ બોર્ડ પાસેથી લઈ ગયું છે જે ખરા અર્થમાં એ વાત સૂચવે છે કે ક્રિકેટ ખૂબ જ પ્રચલિત રમત બની છે અને તેને જોનારો વર્ગ પણ વધ્યો છે.