માહીને ૨૦૧૧માં સેનાનાં માનદ લેફટનન્ટ કર્નલનો અપાયો હતો રેન્ક
દક્ષિણ આફ્રિકા સામે ભારતે તેની વિશ્ર્વકપની પ્રથમ મેચ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમનાં વિકેટ કિપર મહેન્દ્રસિંહ ધોનીએ અનોખા અંદાજમાં પેરા સ્પેશિયલ ફોર્સને સન્માન આપ્યું હતું. મેચ દરમિયાન તેમનાં વિકેટ કિપીંગ ગ્લોસ પર બલિદાનનો બેઈઝ જોવા મળ્યો હતો. આ ચિહનનો ઉપયોગ દરેક વ્યકિત નથી કરી શકતો તેને માત્ર પેરા કમાન્ડો લગાવી શકે છે. પેરા સ્પેશિયલ ફોર્સને સામાન્ય રીતે પેરા એસએફ કહેવામાં આવે છે જે ભારતીય સેનાનું સ્પેશિયલ ઓપરેશન યુનિટ માનવામાં આવે છે. પેરા સ્પેશિયલ ફોર્સે જ ૨૦૧૬માં પાકિસ્તાનનાં કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
ધોનીને ૨૦૧૧માં સેનામાં માનદ લેફિટનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો છે જે આ સન્માન મેળવનાર બીજો ક્રિકેટર છે તેનાં પહેલા કપિલ દેવને આ સન્માન મળી ચુકયું છે. ધોનીએ પેરાટ્રુપિંગની પણ ટ્રેનીંગ લીધેલી છે તેને પેરાનો બેઈઝીક કોર્સ પણ કરેલો છે. ભારતીય વાયુસેનાનાં વિમાન એ.એન-૩૨ થી પાંચમી છલાંગ લગાવીને પેરા વિંગ્સનું ચિન્હ લગાવવાની યોગ્યતા પ્રાપ્ત કરી હતી. ટવીટર પર ધોનીનાં સમર્થકોએ તેનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે, તેમને દેશ અને સેના માટે જે પ્રેમ દર્શાવ્યો છે તે ખુબ જ સારી વાત માની શકાય ત્યારે મેચ બાદ આઈસીસી એટલે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે બીસીસીઆઈને જાણ કરી હતી કે, ધોનીનાં ગ્લોસ પર લાગેલા પેરા સ્પેશિયલ ફોર્સનાં ચિન્હને હટાવવામાં આવે.