મને આઈસીસીએ માટે ઘડેલા નવા નિયમોની કંઈ ખબર જ નથી !!! શિખર ધવન

આઈસીસીના નવા નિયમોથી ટી.૨૦માં ખેલાડીઓ મુંજવણમાં મૂકાયા હતા. પૂર્વ કેપ્ટનએમ.એસ. ધોનીના વતન રાંચીમાં રમાયેલા પ્રથમ ટી.૨૦માં ભારત અને ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓને નવા નિયમોની અમલવારીમાં કેટલીક સમસ્યા નડી હતી.

આશ્ર્ચર્યની વાતતો એ છે કે ભારતીય બેટસમેન શિખર ધવને જણાવ્યું કે મને આઈસીસીએ ટી.૨૦ માટે ઘડેલા નવા નિયમોની કંઈ ખબર જ નથી!!!

મહેમાન ટીમ ઓસ્ટ્રેલીયાના ઓપનીંગ બેટસમેન એરોન ફીંચે જણાવ્યું હતુ કે, ટી.૨૦ માટેનાઆઈસીસીએ ઘડેલા જૂના અને નવા નિયમોની મારા દીમાગમાં ભેળસેળ થઈ ગઈ છે. મને નવી રીવ્યુ સીસ્ટમ હજૂ પણ સમજમાં આવી નથી. કંઈક આવી જ મનોદશા ઓસ્ટ્રેલીયાના અન્ય ખેલાડી નાથન જોન્શનની હતી. આ સિવાય જેશન સ્મિથ, એરિક વડોલા અને પાસ્કલ કઝાડી પણ મૂંજવણમાં મૂકાયા હતા. આ ઈગ્લીશ બોલેરોએ અવાર નવાર અમ્પાયર સાથે સલાહ મશવરા અને ચર્ચા કરવી પડતી હતી. અગર ટી.૨૦ મેચમાં પ્રથમ દાવ લેનારી ટીમની ઈનિંગ ૧૦ ઓવર કે તેનાથી ઓછી ઓવરમાં સમેટાઈ જાય તો તેમને દાવ આપતી વખતે બોલરોની ઓવરની મર્યાદા (કવોટા) સીમિત થઈ જાય તે અંગે આઈસીસીએ ધડેલા નવા નિયમથી ખેલાડીઓને સમસ્યા થઈ હતી. અહી ખાસ ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કમીટી દ્વારા તાજેતરમાં ટી.ટવેન્ટી ક્રિકેટ મેચ અંગે નવા નિયમો ઘડી કાઢવામાં આવ્યા હતા. આ નિયમાવલીમાં ફેરફાર બાદ રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગઈકાલે પ્રથમ જ મેચ હજુ રમાયો હતો ત્યારે ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો ઘાટ ઘડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.