નબળા પ્રદર્શનના કારણે વિરાટ કોહલી ICC રેન્કિંગમાં પાંચમા સ્થાને સરકી ગયો છે, જ્યારે તાજેતરમાં બેવડી સદી ફટકારનાર રુટ ટોચના ત્રણ ખેલાડીઓમાં સામેલ થઈ ચૂક્યો છે.
બીજી તરફ બુમરાહ અને અશ્વિન બોલરોની યાદીમાં ઉપર ઉઠ્યા છે. ઇંગ્લેન્ડ સામે 11 અને 72 રન કરનાર કોહલીના 852 પોઇન્ટ છે. તે રેન્કિંગના એક સ્થાન નીચે સરકી ગયો છે.
જ્યારે રુટના 883 અંક છે. ઋષભ પંતમાં રેન્કિંગમાં પણ સુધારો થયો છે તેની પાસે 700 પોઇન્ટ છે. બેટ્સમેનની યાદીમાં તેનો ક્રમ 13મો છે. એકંદરે કોહલી સિવાયના કેટલાક ભારતીય ખેલાડીઓના પોઇન્ટમાં સુધારો થયો છે.