ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનના ઑફ-સ્પિનર મોહંમદ હફીઝની બોલિંગ-ઍક્શનને કાયદેસર ગણાવી છે અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવાની પરવાનગી આપી છે.
૧૭મી એપ્રિલે હફીઝને તેની ઍક્શનની લોફબરો યુનિવર્સિટી ખાતે પુન: આકારણી કરવા કહેવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાતોને જાણવા મળ્યું હતું કે તે બોલ ફેંકતી વખતે કોણીને નિયમ મુજબ ૧૫ ડિગ્રીની મર્યાદાની અંદર વાળે છે. જોકે, ભવિષ્યમાં જો હફીઝની ઍક્શનમાં તેની કોણી ૧૫ ડિગ્રીની મર્યાદાથી વધી ગયેલી જણાશે તો અમ્પાયર તેને બોલિંગ કરતો રોકી શકશે. આ સંબંધમાં અમ્પાયરો અને મેચ રેફરીઓને હફીઝની કાયદેસરની બોલિંગ-ઍક્શનના વિડિયો ફૂટેજ તથા તસવીરો પૂરા પાડવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com