- નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વિશ્વકપનો પ્રથક મેચ 5 ઓક્ટોબરના ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે
- 10 ટીમો વચ્ચે 50 દિવસ સુધી કુલ 48 મેચ રમાશે : સેમિફાઇનલ વાનખેડે અને ઇડન ગાર્ડન ખાતે રમાશે
- 15 ઓક્ટોબરે મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ
વનડે વિશ્વ કપ નું શેડ્યુલ જાહેર થઈ ગયું છે ત્યારે વિશ્વ કપના દરેક મેચ દેશના 12 શહેરોમાં રમાડવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર, અમદાવાદ, લખનઉ, ધર્મશાલા, હૈદરાબાદ, તિરવનંતપુરમ, પુણે અને ગુવાહાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની 9 લગી મેચ, 9 અલગ અલગ સ્ટેડિયમમાં રમાશે.
5 ઑક્ટોબર – ઇંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ – અમદાવાદ
6 ઓક્ટોબર- પાકિસ્તાન Vs ક્વોલિફાયર -1 – હૈદરાબાદ
7 ઑક્ટોબર – બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન – ધર્મશાલા
8- ઓક્ટોબર – ભારત Vs ઓસ્ટ્રેલિયા – ચેન્નઈ
9 ઑક્ટોબર- ન્યૂઝીલેન્ડ Vs ક્વોલિફાયર-1 હૈદરાબાદ
10 ઑક્ટોબર – ઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ – ધર્મશાલા
11- ઓક્ટોબર- ભારત Vs અફઘાનિસ્તાન- દિલ્હી
12- ઓક્ટોબર – પાકિસ્તાન Vs ક્વોલિફાયર-2 – હૈદરાબાદ
13- ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા – લખનઉ
14 ઓક્ટોબર – ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ – ચેન્નઈ
15- ઑક્ટોબર – ભારત Vs પાકિસ્તાન – અમદાવાદ
16- ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર-2 – લખનઉ
17- ઓક્ટોબર – દક્ષિણ આફ્રિકા Vs ક્વોલિફાયર-1 – ધર્મશાલા
18 ઑક્ટોબર – ન્યૂઝીલેન્ડ Vs અફઘાનિસ્તાન – ચેન્નઈ
19 ઓક્ટોબર – ભારત Vs બાંગ્લાદેશ – પૂણે
20 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન – બેંગલુરુ
21- ઓક્ટોબર – ઈંગ્લેન્ડ – દક્ષિણ આફ્રિકા – મુંબઈ
22- ઓક્ટોબર – ક્વોલિફાયર-1 Vs ક્વોલિફાયર-2 – લખનઉ
23 ઑક્ટોબર – ભારત Vs ન્યૂઝીલેન્ડ – ધર્મશાલા
24- ઓક્ટોબર – દક્ષિણ આફ્રિકા Vs ક્વોલિફાયર-2 – દિલ્હી
25- ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર-1 દિલ્હી
26 ઓક્ટોબર – ઈંગ્લેન્ડ Vs ક્વોલિફાયર-2 – બેંગલુરુ
27 ઓક્ટોબર – પાકિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા – ચેન્નાઈ
28 ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા Vs ન્યૂઝીલેન્ડ – ધર્મશાલા
29 ઑક્ટોબર – ભારત Vs ઈંગ્લેન્ડ – લખનઉ
30 ઓક્ટોબર – અફઘાનિસ્તાન Vs ક્વોલિફાયર-2 – પુણે
31- ઓક્ટોબર – પાકિસ્તાન Vs બાંગ્લાદેશ – કોલકાતા
1 નવેમ્બર – ન્યૂઝીલેન્ડ Vs દક્ષિણ આફ્રિકા – પુણે
2- નવેમ્બર – ભારત Vs ક્વોલિફાયર-2 – મુંબઈ
3- નવેમ્બર – અફઘાનિસ્તાન Vs ક્વોલિફાયર-1 – લખનઉ
4- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ – અમદાવાદ
4- નવેમ્બર – ન્યૂઝીલેન્ડ Vs પાકિસ્તાન – બેંગલુરુ
5- નવેમ્બર – ભારત Vs દક્ષિણ આફ્રિકા – કોલકાતા
6- નવેમ્બર – બાંગ્લાદેશ Vs ક્વોલિફાયર-2 – દિલ્હી
7- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા Vs અફઘાનિસ્તાન – મુંબઈ
8- નવેમ્બર – ઈંગ્લેન્ડ Vs ક્વોલિફાયર-1 – પુણે
9- નવેમ્બર – ન્યૂઝીલેન્ડ Vs ક્વોલિફાયર -2 – બેંગલુરુ
10- નવેમ્બર – દક્ષિણ આફ્રિકા Vs અફઘાનિસ્તાન – અમદાવાદ
11- નવેમ્બર – ભારત Vs ક્વોલિફાયર-1 – બેંગલુરુ
12- નવેમ્બર – ઈંગ્લેન્ડ Vs પાકિસ્તાન – કોલકાતા
12- નવેમ્બર – ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ – પુણે
15- નવેમ્બર – સેમિ-ફાઇનલ-1 – મુંબઈ
16- નવેમ્બર- સેમિ ફાઇનલ-2- કોલકાતા
આઈસીસી અને બીસીસીઆઈ દ્વારા વિશ્વ કપ 2023ના તમામ મેચની યાદી અને ગ્રાઉન્ડની વિગત જાહેર કરી દીધી છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ વનડે વિશ્વ કપ 2023 માં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ અથવા તો પ્રેક્ટિસ મેચ રાજકોટ ને મળ્યા નથી પરિણામે રાજકોટના ક્રિકેટ રસીકો માં ભારે નારાજગી જોવા મળી છે. રાજકોટ ખાતે આવેલા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જો મેચ રમાવવામાં આવે તો રાજકોટ સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો ખૂબ મોટી સંખ્યામાં મેચ નિહાળવા આવતા હોય છે ત્યારે વિશ્વ કપનો એક પણ મેચ ન મળતા રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોમાં નારાજગી જોવા મળી છે.