આઈસીસીએ વર્લ્ડ કપ 2019ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડકપ 2019માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે થી 14 જુલાઈ સુધી રમાશે. વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ 6 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમાશે જે સાઉથેમ્પ્ટન ખાતે યોજાશે.
આ ઉપરાંત આઈસીસીએ 2021માં ભારતમાં રમાનારી ચેમ્પિયંસ ટ્રોફીને વર્લ્ડ ટી-20માં ફેરવવાનો નિર્ણય લીધો છે. 8 ટીમો વચ્ચે રમાનારી આ ટૂર્નામેંટને એક રીતે ખતમ કરી દેવામાં આવી છે, જેની પ્રાસંગિકતા પર સતત પ્રશ્નાર્થ સર્જાતા હતાં.
આઈસીસીની પાંચ દિવસની બેઠકના સમાપન બાદ આઈસીસી મુખ્ય કાર્યકારી (CEO) ડેવ રિચર્ડસને કહ્યું હતું કે, બોર્ડે સર્વાનુંમતે સહમતિ વ્યક્ત કરી છે કે 2021માં ભારતમાં હવે 16 ટીમો વચ્ચે ટી20 ટૂર્નામેંટનું આયોજન કરવામાં આવશે.
વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
1 ભારત VS સાઉથ આફ્રિકા – સાઉથેમ્પ્ટન – 5 જૂન
2 ભારત VS ઓસ્ટ્રેલિયા – ધ ઓવલ – 9 જૂન
3 ભારત VS ન્યૂઝીલેન્ડ, ટ્રેટ બ્રિજ – 13 જૂન
4 ભારત VS પાકિસ્તાન – ઓલ્ડ ટ્રેફોર્ડ – 16 જૂન
5 ભારત VS અફઘાનિસ્તાન – સાઉથેમ્પ્ટન – 22 જૂન
6 ભારત VS વેસ્ટ ઈન્ડિઝ, ઑલ્ડ ટ્રેફોર્ડ – 27 જૂન
7 ભારત VS ઈંગ્લેન્ડ – એજબેસ્ટન – 30 જૂન
8 ભારત VS બાંગ્લાદેશ – અજેબેસ્ટન – 2 જુલાઈ
9 ભારત VS શ્રીલંકા – લૉડ્સ – 6 જુલાઈ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com