આઇસીસી દ્વારા 2022 માટે એવોર્ડ્સ માટે ઉભરતા ખેલાડીઓના નામની યાદી જાહેરાત કરવામાં આવી રહી છે કે જેનુ મતદાન જાન્યુઆરીમાં કરવામાં આવશે. આઇસીસી દ્વારા ભારતના 3 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં અર્શદીપ તેમજ મહિલા વર્ગના રેણુકા સિંહ અને યાસ્તિકા ભાટિયાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે.

ભારતીય ખેલાડી ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સહિત માર્કો જાનસેન, ફિન એલન અને ઇબ્રાહિમ ઝદરાનના નામ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા છે. પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ભારત માટે 21 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 18.12ની સરેરાશથી 33 વિકેટ લીધી છે. અર્શદીપ નવા અને જૂના બંને બોલથી વિકેટ લેવામાં સફળ રહ્યો છે. IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ અર્શદીપે પણ ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. અર્શદીપે તાજેતરમાં જ ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ODIમાં પણ ડેબ્યુ કર્યું હતું.

મહિલા વર્ગના બે ભારતીય ખેલાડીઓ સામેલ થયા રેસ મા

ICCએ મહિલા વર્ગમાં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર માટે 4 ખેલાડીઓને પણ નોમિનેટ કર્યા છે. આમાં બે ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ સાથે યાસ્તિકા ભાટિયાનું નામ છે. તેઓ ઓસ્ટ્રેલિયાની ડાર્સી બ્રાઉન અને ઈંગ્લેન્ડની એલિસ કેપ્સી સામે ટકરાશે. 26 વર્ષીય રેણુકાએ આ વર્ષમાં ફક્ત 29 મેચમાં 40 વિકેટો ઝડપી છે. રેણુકાએ ODIમાં 18 અને T20માં 22 વિકેટ ઝડપી છે. એટલું જ નહી તેણીએ આ વર્ષે સાત T20I મીટિંગ્સમાં મજબૂત ઓસ્ટ્રેલિયન લાઇન-અપને મુશ્કેલીમાં મુકી હતી, જેમાં આઠ વિકેટ લીધી હતી, જ્યારે ઢાકામાં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયા કપમાં તેણીનું પ્રદર્શન ખૂબ જ પ્રબળ રહ્યું જેમાં  11 રમતોમાં 17 વિકેટ ઝડપી હતી.

જ્યારે 22 વર્ષીય ભારતીય ડાબોડી બેટ્સમેન યાસ્તિક ભાટિયાએ ODIમાં 376 રન બનાવ્યા કે જેમનું પ્રદર્શન સમગ્ર વર્ષ દરમ્યાન ખૂબ j આકર્ષક રહ્યું છે .ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારતા પહેલા તેણીએ ન્યુઝીલેન્ડમાં 50 ઓવરના વર્લ્ડ કપની લીડ-અપમાં 41 અને 31 રન બનાવ્યા હતા.

……….

ખૂબ જ ટૂંકા સમગાળામાં અર્શદીપે અપ્રતિમ પ્રદર્શન દેખાડ્યું છે, નવા ઉભરતા આ ખેલાડીનું ભવિષ્ય પણ ખૂબ જ ઉજ્જવળ સાબિત થતું લાગી રહ્યું છે એટલું જ નહી આ સાથે અર્શદીપે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે હાઈ પ્રેશર T20 વર્લ્ડ કપ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન સહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ યાદગાર પ્રદર્શન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.