બે દિવસના કોન્ફરસમાં 200 જેટલા સી.એ. મેમ્બર્સ હાજર રહ્યા
રાજકોટ બ્રાંચ ઓફ ઠઈંછઈ ઓફ ઈંઈઅઈં દ્વારા બે દિવસીય ડાયરેક્ટ ટેક્ષ કોન્ફરન્સનું આયોજન રાજકોટ ઈંઈઅઈં ભવન ખાતે યોજાયેલ હતુ.
આ કોન્ફરન્સનું ઉદ્ધાટન રાજકોટ સીએ બ્રાંચના ચેરમેન સીએ જીજ્ઞેશ રાજકોટ જામનગર બ્રાંચના ચેરમેન સીએ દીપા ગોસ્વામી , ગાંધીધામ બ્રાંચના ચેરમેન સંજય ચોતારા , ભુજ બ્રાંચના ચેરમેન ઝાહિર મેમનના હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં કોન્ફરન્સના પહેલા દિવસે દિલ્હીથી અશ્ર્વાની તનેજા , અમદાવાદથી મેહુલ ઠક્કર, અને દિલ્હીથી એડવોકેટ કપિલ ગોએલ તથા બીજા દિવસે રાજકોટથી દિપક રીંડાણી મુંબઈથી ટી.પી. ઓસ્વાલ અને સીૈએ સિધ્ધાર્થ બાનવટ , અને વડોદરાથી મિલીન મેહતા આ કોન્ફરન્સના વક્તાઓ એ વકતવ્ય આપેલ હતા.
સીએ અશ્વાની તનેજા એ મની લોન્ડરિંગ વિરોધી કાયદો અને આવકવેરા કાયદા સાથે તેની ક્રિયાપ્રતિક્રિયા મેહુલ ઠક્કર એ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મહત્વપૂર્ણ આવકવેરા સુધારાઓની ઝાંખી , એડવોકેટ કપિલ ગોએલ એ આકારણી અને પુન : મૂલ્યાંકનની જોગવાઈઓ હેઠળ / ત147,148,1484અ- 149 , દીપક રીંડાણીએ ભાગીદારી પેઢીની જોગવાઈઓ ઞ/ત45(4) અને ઞ/ત9ઇ , . ટી.પી. ઓસ્વાલ એ ક્રોસ બોર્ડર વ્યવહારો પર કર , સીએ, સિધ્ધાર્થ બાનવટ એ ઈ – કોમર્સ અને ડિજિટલ એસેટ ,, મિલીન મેહતા એ આવકવેરા અધિનિયમ , 1961 હેઠળ ઉભરતા મુદ્દાઓ વિષે સીએ મેમ્બર્સને માહિતગાર કર્યા, આ બે દિવસીય કોન્ફરન્સમાં 200 જેટલા સીએ મેમ્બર્સએ હાજરી આપી હતી.
આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે રાજકોટ બ્રાંચના ચેરમેન જીજ્ઞેશ રાઠોડ , ભાવિન દોશી – વાઈસ ચેરમેન, મૌલિક ટોલિયા – સેક્રેટરી, મિતુલ મેહતા – ટ્રેઝરર , તથા કમિટી મેમ્બર સંજય લખાણી, રાજ મારવાણીયા, તેજસ દોશી ભારે જહેમત ઉઠાવી હતી અને કોન્ફરન્સને સફળ બનાવી હતી.