મે માસ દરમિયાન મળનારા લાભો વિદ્યાર્થીઓને નવેમ્બર માસમાં મળવાપાત્ર રહેશે
વૈશ્ર્વિક મહામારી કોરોનાથી શિક્ષણ જગતને તેની માઠી અસરનો સામનો પણ કરવો પડ્યો છે. ઘણી ખરી પરીક્ષાઓ મુલત્વી તો બીજી તરફ રદ્દ પણ કરવામાં આવી છે. ત્યારે ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા સીએ પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. વધુમાં સીએની પરીક્ષા જે મે મહિનામાં લેવામાં આવનારી હતી તે હવે નવેમ્બર માસના પરીક્ષા સત્ર સાથે લેવાશે. આઈસીએઆઈએના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે કોઈ વિદ્યાર્થી કે જે મે માસમાં પરીક્ષા આપવા માટે નોંધાયા હતા તે હવે સીધી જ નવેમ્બર માસમાં પરીક્ષા આપી શકશે અને સાથો સાથ તેઓને જે મળવાપાત્ર લાભો છે તેને પણ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા નવેમ્બર માસમાં અપાશે. આ સહાય માટે વિદ્યાર્થીઓને તેમના દ્વારા ભરેલી ફી અને મળવાપાત્ર લાભો પણ મળવાપાત્ર રહેશે. મે માસમાં યોજાનારી સીએની પરીક્ષા મુલત્વી અથવા રદ્દ કરવાનું કારણ કોરોના મહામારી છે જેને લઈ આઈસીએઆઈએ આ પરીક્ષા જુલાઈ અને ઓગષ્ટ માસમાં લેવાનો નિર્ણય પહેલા કર્યો હતો પરંતુ અનલોકમાં કોરોનાના કોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાંની સાથે જ આઈસીએઆઈએ આ પરીક્ષા હવે નવેમ્બર માસમાં યોજાય તેવો નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગેની માહિતી વીડિયો કોન્ફરસીંગ મારફતે લેવામાં આવી હતી. જેમાં જૂન માસ દરમિયાન ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાએ ઓપ્ટઆઉટ સ્કીમ અમલી બનાવી હતી. જેમાં જે વિદ્યાર્થીઓ મે માસમાં પરીક્ષા દેવા ઈચ્છતા ન હોય તો તે તમામ આ ઓપ્ટઆઉટ સ્કીમનો લાભ લઈ શકે છે. અમલી બનતાની સાથે જ દેશભરના ૧૧ ટકા વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે આઈસીએઆઈને છુટોદૌર આપ્યો છે અને જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના હિત જોઈ સંસ્થાને સીએની પરીક્ષા મુલત્વી રાખવા માટેની પરવાનગી આપવી જોઈએ. ૨૯ જૂન ૨૦૨૦ દરમિયાન હોમ અફેર મંત્રાલય દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓને આગામી સમય સુધી બંધ રાખવા માટે જે નિર્ણય લીધેલો છે તેનાથી ઘણી ખરી પરીક્ષાઓ પર અસર પહોંચી છે. સાથો સાથ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે વિદ્યાર્થીએ મે માસમાં સીએની પરીક્ષા આપવા નિર્ણય કર્યો હતો તે હવે નવેમ્બર માસમાં પરીક્ષા આપવા માટે નવી અરજી પણ કરી શકશે. ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના રાજકોટ બ્રાન્ચે આ નિર્ણયને ખુબ સારી રીતે આવકાર્યો છે.
- આઈસીએઆઈ દ્વારા દેશભરમાં જૂન માસમાં ‘ઓપ્ટઆઉટ’ સ્કીમની કરાઈ હતી અમલવારી જેમાં ૧૧ ટકા વિદ્યાર્થીઓએ લીધો લાભ
- પરીક્ષા નવેમ્બર માસમાં લેવાનો નિર્ણય આવકારદાયક : સીએ વિનય સાકરીયા
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા રાજકોટ બ્રાન્ચના ચેરપર્સન વિનય સાકરીયાએ ‘અબતક’ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આઈસીએઆઈ દ્વારા જે સીએની પરીક્ષા રદ કરી નવેમ્બર માસમાં લેવાનો નિર્ણય કર્યો છે તે ખરા અર્થમાં સરાહનીય છે. હાલ વૈશ્ર્વિક મહામારી કોરોનાને ધ્યાને લઈ અને વિદ્યાર્થીઓના રક્ષણ માટે આ નિર્ણય લેવાયો છે. નવેમ્બર માસમાં સીએની જે પરીક્ષા લેવાશે તે માટે વિદ્યાર્થીઓ કે જે મે માસમાં પરીક્ષા દેવા ઈચ્છતા હતા તેના માટે તૈયારી કરવાનો વધુ સમય મળ્યો છે. હાલ તેઓ જો રાબેતા મુજબના શેડયુલને બાકાત રાખી રોજની ૩ થી ૪ કલાક અભ્યાસ કરે તો તેના માટે સારૂ પરિણામ સારૂ આવી શકે છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ બ્રાન્ચ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લેકચર અને રિવીજન લેકચર પણ શરૂ કરશે જેથી તેના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોંચે અને નવેમ્બર માસમાં લેવામાં આવતી પરીક્ષા તે ખુબ સારી રીતે આપી શકે.
- નવેમ્બર માસમાં યોજાનારી સીએની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી નિવડશે : સીએ હાર્દિક વ્યાસ
સીએ હાર્દિકભાઈ વ્યાસે ‘અબતક’ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આઈસીઆઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે આવકારદાયક છે. આઈસીએઆઈ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વ આખામાં કુલ ૩૦ બ્રાન્ચ સાથે કાર્ય કરી રહ્યું છે. આ મહામારીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી ધ્યાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા પાછળ જતાં વિદ્યાર્થીઓને કોઈ જ પ્રશ્ર્ન ઉદ્ભવીત થશે નહીં. કારણ કે બોર્ડ દ્વારા ઓપ્ટઆઉટ સ્કીમને અમલવારી જૂન માસમાં કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને જૂન માસમાં જ સવલત આપવામાં આવી હતી કે તેઓ તેમની પરીક્ષા નવેમ્બર માસમાં પણ આપી શકે છે. જેથી આવનારા સમયમાં લેવાનારી સીએની પરીક્ષા વિદ્યાર્થીઓના કેરીયરમાં કોઈ પણ ખલેલ નહીં પહોંચાહી શકે.