ઇન્ડિયન બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શન(IBPS)એ 7275 ક્લાર્કની ભરતી માટેનું નોટિફિકેશન જારી કર્યું છે. IBPS ક્લાર્ક માટેની અરજી પ્રક્રિયા 18 સપ્ટેમ્બર 2018થી શરૂ કરશે. ઉમેદવાર અધિકૃત વેબસાઇટ પર જઇને 10 ઓક્ટોબર 2018 સુધી અરજી કરી શકશે. આ પોસ્ટ માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે.
IBPSએ 19 જેટલી બેન્કોમાં ક્લાર્કની ભરતી કરવા માટે અરજીઓ મંગાવી છે. IBPSની પરીક્ષા પાસ કર્યા બાદ પસંદગી પામનાર ઉમેદવારોને અલ્હાબાદ બેન્ક, આંધ્ર બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, દેના બેન્ક, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસિસ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, પંજાબ એન્ડ સિન્ડ બેન્ક, સિન્ડિકેટ બેન્ક, યુસીઓ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, વિજયા બેન્કમાં નિમણૂંક આપવામાં આવશે.
વય મર્યાદાઃ 21થી 28 વર્ષ સુધી
ક્યારથી કરી શકશો અરજીઃ 18 સપ્ટેમ્બર 2018(તારીખમાં ફેરબદલ થઇ શકે છે.)
અરજી કરવાની છેલ્લી તારીખઃ 10 ઓક્ટોબર 2018
અરજી ફીઃ જનરલ/ઓબીસી માટે 600 રૂપિયા અને એસી/એસટી/પીડબલ્યુડી માટે 100 રૂપિયા
કેવી રીતે કરશો અરજીઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવા માટે www.ibps.in પર જઇને જરૂરી માહિતી વાંચી અરજી કરવાની રહેશે.