- અમદાવાદ, સુરત, નવસારી અને ભરૂચમાં એનઆઇએ, એટીએસ અને આઇબીના દરોડા: આઇએસઆઇએસ વોઇસ ઓફ હિન્દ, લશ્કરે તૌઇબા અને અલ બદ્રી ત્રાસવાદી સંગઠોનો સાથેના સંપર્ક ખુલ્યા: રાષ્ટ્ર વ્ચાપી તપાસ
- સુરક્ષા એજન્સી દ્વારા વાંધાજનક દસ્તાવેજ સાથે 12 શકમંદોની કરી અટકાયત પૈકી ત્રણ ગુજરાતી
દેશની સુરક્ષા માટે સતત કાર્યરત એનઆઇએ અને એટીએસની ટીમ દ્વારા દેશદ્રોહીઓ અને આંતકવાદી સંગઠોનો સાથે સંપર્ક ધરાવતા શખ્સો પર રહેતી સતત વોચ દરમિયાન એકાદ માસ પહેલાં ઝડપાયેલા શકમંદની પૂછપરછ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવતા સુરક્ષા એજન્સી વધુ સતર્ક બની ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાક અને બિહારના સર્તક બની 12 જિલ્લાઓમાં દરોડાનો જોર શરૂ કરી હતી. ગુજરાતના ત્રણ શખ્સો સહિત 12ની કરાયેલી અટકાયત કરી વાંધાજનક દસ્તાવેજ અને આંતકવાદી સંગઠનો સાથેના સંપર્ક સહિતની વિગતો મળી આવી હતી.
એનઆઇએ અને ગુજરાત એટીએસ તેમજ આઇબી દ્વારા ગુજરાતના સુરત, નવસારી, અમદાવાદ, ભુરૂચ અને રાજકોટમાં સઘન તપાસ કરી શકમંદોની ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં કર્ણાટકના આઇએસઆઇએસમાં ભરતી કરનાર ઝુકરી જવાહર દામુદી અબુ હાજી અલ બદરી નામના શખ્સ સુરક્ષા એજન્સી સમક્ષ આપેલી કબુલાતના આધારે ગુજરાતના ત્રણ શકમંદ ઝડપી લેવામાં સફળતા મળી છે.
ગુજરાતમાંથી ઝડપાયેલા ત્રણેય શકમંદો અલ બદરી નામના ત્રાસવાદી સંગઠન સાથે સંપર્ક હોવાનું ચોકાવનારી વિગતો સામે આવી છે. ત્રણેય શખ્સોની પૂછપરછમાં પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇએસ દ્વારા ભારતમાં ભાંગફોડ કે મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યાની કબુલાત આપતા સુરક્ષા એજન્સી ચોકી ઉઠી હતી. ત્રણ શખ્સો પૈકી એક શખ્સ આઠેક માસ પહેલાં જ અમદાવાદથી નવસારી ખાતે સિફટ થયો છે. અલ બદરી ત્રાસવાદી સંગઠન સાથે જોવાયેલા શખ્સો પાસેથી સોશ્યલ મીડિયા અને ટેલિગ્રામના માધ્યમથી ફંડ એકઠું કરવામાં આવતી હોવાનું પણ અને આવા શખ્સોને કટ્ટરપંથી બનાવી રહ્યાનું સામે આવ્યું છે.
આ રીતે એકઠું કરાયેલું ફંડ ત્રાસવાદીઓને શસ્ત્ર પુરા પાડવા અને ભારતમાં આઇએસઆઇની પ્રવૃતિને હિંસા દર્શાવતા વીડિયો દ્વારા પ્રચાર કરવામાં ઉપયોગ થઇ રહ્યાનું તપાસમાં બહાર આવ્યું છે.
- રાજકોટ સહિત આઠ મહાપાલિકામાં સલામતિ અને સુરક્ષાને ધ્યાને લઇ સીસીટીવી કેમેરા ફરજિયાત
- જન્માષ્ટના લોક મેળા, સ્વતંત્ર પર્વ, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ભાંગફોડની પ્રવૃતિ અટકાવવા લેવાયો નિર્ણય
આંતકવાદી સંગઠનો દ્વારા ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યાના એનઆઇએ અને એટીએસની તપાસમાં બહાર આવેલી સ્ફોટક વિગતોના પગલે રાજય સરકારે રાજકોટ સહિત આઠ મહા નગરપાલિકામાં નાગરિકોની સુરક્ષા અને સલામતિને ધ્યાને લઇ 1000ની અવર જવર હોય તેવા સ્થળે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવાનું જાહેર કર્યુ છે.
જન્માષ્ટમી લોક મેળા, 15 ઓગ્સટ સ્વતંત્રતા દિવસ, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવાર દરમિયાન આંતકવાદી હુમલાખોરને સરળતાથી ઝડપી શકાય તે માટે અને નાગરિકોની સુરક્ષા અને સલામતિ માટે રાજકોટ સહિત એક હજારની અવર જવર હોય તેવા તમામ સ્થળે જનભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા અંગે ગઇકાલે રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો અમલ 1 ઓગસ્ટથી શરૂ કરવા જણાવ્યું છે.