યુવાનોને વિનામુલ્યે યુપીએસસીની તાલીમ અપાશે
ગુજરાતની એકમાત્ર એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વધુ એક વિર્દ્યાથીલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઈએસ અને આઈપીએસ તાલીમ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટર જીયુઓના સહયોગી ચાલુ થશે અને યુવાનોને વિનામુલ્યે યુપીએસસીની તાલીમ મળી રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટાભાગે આઈપીએસ અને આઈએએસ કક્ષાના ઓફિસરો ગુજરાત બહારના જ આવતા હોય છે. ત્યારે ગુજરાત રાજયના વિર્દ્યાથીઓને પણ આઈપીએસ ઓફિસર બનવાનો મોકો પ્રાપ્ત થાય અને તેની તાલીમ મળી રહે તેવા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં આઈએએસ અને આઈપીએસ તાલીમ સેન્ટર શરૂ કરવામાં આવશે.
અત્યાર સુધી સીસીડીસી હેઠળ જીપીએસસીની તાલીમ આપવામાં આવી રહી છે. પરંતુ હવે તેનાી પણ વધુ એક કદમ આગળ વધીને આગામી સમયમાં ગુજરાતના વિર્દ્યાથીઓ માટે ખાસ યુપીએસસીની તાલીમ વિનામુલ્યે શરૂ કરવામાં આવશે. આખા ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવી પ્રથમ છે કે, જેણે આવી જાહેરાત કરી છે. આના કી વિર્દ્યાથીઓને આઈએએસ અને આઈપીએસ બનવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે.