ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઊડાન ભર્યા બાદ ગુમ થયું છે. આ વિમાને જોરહાટથી 12.25 વાગે ટેકઓફ થયું હતું. છેલ્લી વખતે આ વિમાન સાથે 1 વાગે સપંર્ક થયો હતો ત્યારબાદથી આ વિમાન સાથે કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી.
વાયુસેનાના સૂત્રો પ્રમાણે, વિમાનમાં આઠ ક્રુ મેમ્બર અને પાંચ યાત્રી સવાર છે. વિમાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જો કે, હાલ વિમાન સાથે જોડાયેલી કોઈ માહિતી સામે આવી નથી.
Indian Air Force launches Sukhoi-30 combat aircraft and C-130 Special Ops aircraft on a search mission for locating the IAF AN-32 Aircraft that last contacted ground sources at 1 PM https://t.co/AciubbR92w
— ANI (@ANI) June 3, 2019
2016માં ચેન્નાઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલું AN-32 વિમાન ગાયબ થયું હતું. જેમાં વાયુસેનાના 12 જવાન , 6 ક્રુ-મેમ્બર,1 નૌસૈનિક , 1 સેનાનો જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હતા. આ વિમાનની શોધખોળ કરવા માટે એક સબમરીન, આઠ વિમાન અને 13 જહાજને કામે લગાડાયા હતા. પરંતુ આટલા પ્રયત્નો છતા ન તો વિમાન મળ્યું ન તેનો કાટમાળ.