પૂજા અને પ્રીત છેલ્લા ત્રણ વર્ષથી એક મલ્ટીનેશનલ કંપનીમાં સાથે જ કામ કરે છે.બંનેનું જોબ સ્ટેટસ પણ સરખું જ છે. એટલે દરેક સમયે લગભગ સાથે જ હોય છે. ઓફિસ બાદ પણ બંને એકબીજા સાથે સમય પસાર કરતાં હોય છે. અને હવે તો આ બંનેના પ્રેમને બંનેના પરિવાર તરફથી પણ સ્વીકૃતિ મળી ગયી છે એટલે થોડા સમયમાં જ તેમના લગ્ન પણ થવાના છે. બધુ બરાબર જઈ રહ્યું હતું , બે પારિવાર વચ્ચે પણ લાગણીના સંબંધો સ્થપાઈ રહ્યા હતા, બંને પ્રેમીઓ પણ ખુશ હતા કે આખરે પરિવારે પણ તેના પ્રેમનો સ્વીકાર રાજીખુશીથી કર્યો છે.
લગ્નો સમય નક્કી થઈ જ ગયો હતો એટલે પૂજા જ્યારે ઓફિજ જતી ત્યારે ઘરેથી ટિફિન લઈને જતી હતી, અને સમાન્ય રીતે ટિફિનમાં મમ્મી એ બનાવેલું જમવાનું જ ભરેલું રહેતું પરંતુ હવે પૂજા તેના હાથેથી જ જમવાનું બનાવતી હતી અને તે જ ટિફિનમાં પણ લઈ જતી હતી. પ્રીત ટિફિન નોટો લાવતો તે કયારે ક પ[ઊજના ટિફિનમાંથી અને ક્યારેક ઓફિસની કેન્ટીનમાથી જમવાનું લઈ ખાઈ લેતો હતો. પરંતુ હવે જયરે પૂજા તેના હાથે બનાવેલું જમવાનું લાવતી તો એ બંનેનું ટિફિન લાવતી હતી, પણ પ્રીત જ્યાર જમવા બેસતો અને પહેલો કોળિયો લેટની સાથે જ એવું કહેતો કે તું જમવાનું સારું તો બનાવે છે પણ મારા મમ્મી જેવુ નથી બનાવતી, મને મારા મમ્મીના હાથનું બનાવેલુ વધુ ભાવે છે. પૂજાને પહેલા તો આ વાત જરા ન ગમી પણ તેને હાર ના માની અને તેને પ્રીતના મમ્મી પાસેથી તેની રેસેપી પૂછીને જમવાનું બનાવવાની કોશિશ કરી પણ અંતે તો પરિણામ એ જ આવ્યું કે તું મારા મમ્મી જેવુ નથી બનાવતી…હવે આવું તો ઘણા દિવસ ચાલુ રહ્યું અને પૂજા આ વાતથી તણાવમાં આવી ગયી હઓય તેવું પણ લાગ્યું.
પણ પૂજા હાર મને એવી છોકરીઓમાથી નહોતી અને કંટાળીને સંબંધ પૂરો કરી નાખે તેવા તેના રિલેશન પ[અન નહોતા એટલે જ પૂજા એ પણ શાંત મનથી વિચાર કર્યો અને અંતે તેને પ્રીતને આ વાત સમજાવવાનો યોગ્ય ઉપાય પણ મળ્યો. હવે જયરે પણ પ્રીત એવું કહે ત્યારે તેનો વળતો જવાબ ટાળવાનું પૂજાએ શરૂ કરાયું. એક વાર બંને લગ્નની શોપિંગ કરવા માટે ગયા અને એક જ્વેલરી શોપમાં ગયા, ત્યાં પૂજાને એક મંગલસૂત્ર પસંદ આવ્યું અને તેને પ્રીતને એ ખરીદવાનું કહ્યું પરંતુ એ તેના બજેટની બહારનું હતું એટ્લે પ્રતે તેને કોઈ બીજી મંગલસૂત્ર પસંદ કરવાનું કહ્યું તો પૂજાએ પણ સાફ ના કહી અને વળતાં જવાબમાં કહ્યું કે મારા પપ્પા સાથે હોટ તો ક્યારેય મને ના કહેત. ત્યારે પ્રીતને એ ગમ્યું તો નહીં પણ એ સમયે પૂજાને કઈ કહી પણ ન શક્યો. અને ત્યથી નીકળી ગયા.
આવી જ રીતે બંને લગ્ન માટેના કપડાં લેવા ગયા ને ત્યાં પણ પૂજા એ જાની જોઈને મોંઘો ડ્રેસ પસંદ કર્યો અને ફરી પ્રિતે કહ્યું કે આ તો સમાન્ય ડ્રેસ લેવાનો છે તો કેમ તું આટલો મોંઘો ડ્રેસ પસંદ કરે છે. ત્યારે ફરી પૂજા એ પણ કહ્યું કે મારા પપ્પા મને ક્યારે પણ કોઈ વસ્તુ લેવાની ના નથી પડતાં. જો એ સાથે હોટ તો કોઈ દલીલ કર્યા વગર જે પસંદ કર્યું એ લઈ આપત. હવે આ બાબત પ્રીત થી સહન ના થઈ અને એ ત્યાંથી ચાલ્યો ગયો.
હવે પોજા જાણતી હતી કે તેને પ્રીતને શું સમજાવવાનું છે એટ્લે તે તેની પાછળ ગયી અને પ્રીતને કહ્યું તું બેસ હું તને કઈક કહેવા માંગુ છું. પ્રીત બહુ ગુસ્સામાં હતો એટ્લે કઈ સાંભળવા જ નહોતો માંગતો પણ પૂજા એ ખૂબ કયું એટ્લે કહ્યું બોલ શું કહેવું છે તારે…
પૂજા એ ખૂબ હળવેથી એવું સમજવ્યું કે જો તને મારા હાથનું બનાવેલું જમવાનું નથી ભાવતું એવું તો આંટી પણ હરહમેશ જ્યારે તું ટિફિન જામે છે ત્યાર એપહેલો કોડિયો લેતાની સાથેજ તારા મમ્મીના હાથના બનાવેલા જમવાના વખાણ કર્યા કરે છે. જો હું માત્ર એવુજ કહેવા માંગુ વહુ કે હું તારી મમ્મી નથી અને દરેક માણસની પોતાની અલગ અલગ ખાસિયતો હોય છે. મે ટ્રાય તો કરી તારા મમ્મી જેવુ જમવાનું બનાવવાની અને એના માટે તારા મમ્મી પાસેથી રેસેપી પણ પૂછી હતી. જો તને એ કઈ ન સમજાતું હોય તો હું તને શું કહું,એટલે જ તને એ વાત સમજાવવા મે આવું કર્યું અને તને એવું સમજાય કે જેમ તું મારા પપ્પા જેવો દરેક સમયે નથી બની શકતો એવી જ રીતે હું પણ દરેક સમયે તારા મમ્મી જેવું જમવાનું નથી બનાવી શક્તિ. અને એટ્લે જ જે વ્યક્તિ જેવી છે તેવી જ તેને સ્વીકારવી જોઈએ. એ તેમાર માટે પોતાનો પરિવાર છોડીને આવે છે અને તેમતા પરિવારને અનુરૂપ થવાની કોશિશ કરે છે ત્યાર એટેને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં કે તેનો વાંક કાઢવો જોઈએ. તું જેવો છો એવો જટાને મે સ્વીકાર્યો છે, તને ક્યારે પોન બદલાવ પર મજબૂર નથી કર્યો.
આ વાત પછી પ્રીતને તેની ભૂલ સમજાઈ ગયી અને પછી ક્યારેય પૂજાને આ બાબતે પ્રીતથી કોઈ તકલીફ નથી થયી અને તે બંન્ને વચ્ચેનો પ્રેમ વધ્યો અને બંને એકબીજાથી વધુ નજીક આવ્યા છે. લગ્ન બાદ પણ બંને એ ખૂબ રાજીખુશીથી પોતાનો સંસાર શરૂ કર્યો. જેને જોઈને બંનેના પરિવાર પણ ખૂબ ખુશ છે.