અબતક-રાજકોટ
સોરઠમાં રહેતી અને હાલ વડોદરા રહેતી યુવતીને લગ્નની લાલચ આપી કોડીનારના એન્જીનિયરે રાજકોટની હોટલ અને અન્ય સ્થળોએ લઈ જઈ હવસનો શિકકર બનાવ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોરઠ પંથકની વતની અને અગાઉ કોડીનાર અભ્યાસ કરતી યુવતી અને તેની સાથે અભ્યાસ કરતાં કોડીનારના પ્રજ્ઞેશ બનેસિંહ ગોહિલનો પરિચય થયો હતો, અને બંને ટેલિફોનિક વાતચીત કરતા થયા હતા, ત્યારબાદ યુવતી એમએસડબ્લ્યુનો અભ્યાસ કરવા વડોદરા ગઇ હતી અને પ્રજ્ઞેશ એન્જિનિયરિંગના અભ્યાસ માટે મોરબી ગયો હતો.
એમએસડબ્લ્યુનો અભ્યાસ પૂર્ણ થતાં વર્ષ ૨૦૧૭માં ઇન્ટરવ્યૂ માટે યુવતી રાજકોટ આવી હતી ત્યારે તેની જાણ થતાં પ્રજ્ઞેશ પણ રાજકોટ આવ્યો હતો અને યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટ હોટલમાં લઇ ગયો હતો જ્યાં બળજબરી કરી યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ યુવતીને મનાલી સહિતના શહેરોમાં ફરવા લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો. અંતે પ્રજ્ઞેશે યુવતી સાથે લગ્નનો ઇનકાર કરી દેતા યુવતીએ કોડીનારના પ્રજ્ઞેશ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.