સુત્રાપાડા નગરપાલિકા દ્રારા ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડાના વતની જશાભાઈ બારડ જેઓ ધ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લી (ખેતી બેન્ક)ના 3 જિલ્લા જુનાગઢ, પોરબંદર અને ગિર-સોમનાથના ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂક થતાં સુત્રાપાડા નગરપાલિકા અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા જશાભાઈ બારડનો સન્માન સમારંભ રાખવામાં આવેલ હતો જેમાં સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર, તમામ સભ્યો અને જુદી જુદી સામાજિક સંસ્થાના આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ અને સામાજિક સંગઠનો દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું.
જશાભાઈ બારડ 4 વખત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, 5 વખત ધારાસભ્ય અને 40 વર્ષોથી સહકારી ક્ષેત્રમાં કાર્યરત છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં 2 ટર્મ ચેરમેન અને જી.એસ.સી. બેન્કમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં 40 વર્ષથી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સેવા આપે છે. સુત્રાપાડા તાલુકા ખરીદ વેચાણ સંઘના તેઓ આધ્યા સ્થાપક છે અને હાલ પણ સેવા આપે છે. આમ સહકારી ક્ષેત્રના તેઓ ભીષ્મ પિતામહ છે. તેઓના સન્માન સમારોહમાં આજે બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહેલા હતા. આ તકે જશાભાઈ બારડે જણાવેલ કે, ખેતી બેન્ક એ ખેડૂતોની બેન્ક છે અને ખેડૂતોના પ્રશ્નોને હરહમેશ અગ રાખી મારી તમામ ફરજો હું પૂર્ણ કરીશ.
આ સન્માન સમારોહ માં ભાજપા ના પ્રદેશ બક્ષિપંચ મોરચાના મંત્રી તેમજ સુત્રાપાડા એપીએમસીના ચેરમેન દિલીપભાઇ બારડ ઉપરાંત સુત્રાપાડા નગરપાલિકાના સભ્યો, સુત્રાપાડા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ નથુભાઇ કામાળીયા, કાળાભાઈ બારડ, જગાભાઈ કછેલા, જેસિંગભાઈ નાઠાભાઇ, કૈલાશભાઈ રામ, અરસિભાઈ બારડ, નિલેષભાઈ મોરિ, દીપકભાઈ કાછેલા, અનિલભાઈ જેઠવા, રામસિંગભાઇ વાણવી, રામભાઇ પટેલ, રમેશભાઈ વડાંગર, યુનુસભાઈ મલેક, રશિદભાઈ મલેક, અલારખાભાઈ, અફજલભાઇ, પિઠાભાઇ, મૂળાભાઈ, અરવિંદભાઇ દરજી, કાનજીભાઇ જાદવ, દેવાભાઇ વાણવી,બાબુભાઇ ખોજા, ચેતનભાઈ આચાર્ય, મશરીભાઇ આરસીભાઇ લખમણભાઈ મેઘાણી, સિદ્ધરાજભાઇ દરબાર, દરેક સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહી અને જશાભાઈ બારડને સન્માનીત કરેલ હતા અને શુભકામનાઓ પાઠવેલ હતી.