ક્રિકેટ એસોસીએશન ઓફ બેંગાલનાં પ્રેસીડેન્ટ તરીકે હાલ કાર્યરત છે સૌરવ ગાંગુલી
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ક્રિકેટ ટીમનો કોચ બનવા ઈચ્છે, પરંતુ તેનું કહેવું છે કે, અત્યારે તેના માટે યોગ્ય સમય નથી. ફેન્સમાં દાદાના નામથી જાણીતા ગાંગુલીએ શુક્રવારે કહ્યું કે, નિશ્ચિત રીતે હું આ પદ માટે રસ ધરાવું છું, પરંતુ વધુ એક તબક્કો જવા દો, પછી હું મારું નામ તેના માટે મેદાનમાં ઉતારીશ. ઉલ્લેખનીય છે કે, વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ૪૫ દિવસ માટે વધારાયો છે અને બીસીસીઆઈએ આગામી કોચ માટે અરજીઓ મંગાવી છે. ગાંગુલીએ કહ્યું કે, સ્પષ્ટ છે કે, હું ઈચ્છું છું, પરંતુ અત્યાર નહીં. આ સમય પસાર થઈ જવા દો, હું પણ આ રેસમાં સામેલ થઈ જઈશ. ૪૭ વર્ષનો આ પૂર્વ ક્રિકેટર હાલમાં બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી)નો અધ્યક્ષ છે અને સો જ તે આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ સાથે સલાહકાર તરીકે જોડાયેલો છે. તે ક્રિકેટ કોમેન્ટ્રીની સાથે એક લોકપ્રિય બંગાળી ટેલિવિઝન શોને હોસ્ટ કરે છે.
ગાંગુલીએ કહ્યું કે, હાલ હું ઘણી બાબતો સાથે જોડાયેલો છું, જેમાં આઈપીએલ, સીએબી અને ટીવી કોમેન્ટ્રી પણ સામેલ છે.
મને આ બધાી પાર પડી જવા દો. કોઈ સમયે હું તેના માટે દાવો રજૂ કરીશ. સ્પષ્ટ છે કે, તેમાં મારો રસ છે, પરંતુ અત્યાર નહીં. કોચના પદ માટે ફરી એકવખત રવિ શાીની પસંદગી થાય તેવી શક્યતા છે, કેમકે કેપ્ટન વિરાટ કોહલીએ ખુલીને તેનું સર્મન કર્યું છે.
ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના પ્રમુખ મહાન ક્રિકેટર કપિલ દેવએ પણ કહ્યું કે, કોહલીના મતનું સન્માન કરવાની જરૂર છે.
કોહીલએ વેસ્ટ ઈન્ડીઝ જતા પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં એ વાત છૂપાવી ન હતી કે તે હાલના મુખ્ય કોચ રવિ શાીને ફરીથી આ પદ પર જોવા ઈચ્છે છે. ગાંગુલીએ કહ્યું કે, આ વખતે કોચના પદ માટે મોટા નામોએ અરજી નથી કરી.
તેમણે કહ્યું કે, અરજીઓને જોતાં મને તેમાં કોઈ મોટું નામ જોવા નથી મળતું. મેં સાંભળ્યું હતું કે, માહેલા (જયવર્દને) અરજી કરશે, પરંતુ તેણે નથી કરી. કોચ માટે મોટા નામોએ અરજી નથી કરી.
જોકે, તેણે શાીના કાર્યકાળ વિશે પૂછાયેલા સવાલનો જવાબ ન આપ્યો. તેણે કહ્યું કે, તેના પર હું અત્યારે મારો વિચાર વ્યક્ત કરવા નહીં ઈચ્છું. મને ની લાગતું કે કંઈ બોલવાનો યોગ્ય સમય છે.
કોચની પસંદગી કરવાની પ્રક્રિયાથી હું ઘણો દૂર છું.
ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર મુશ્કેલીનો સામનો કરવો પડશે, કેમકે તે ટી૨૦માં વર્લ્ડ ચેમ્પિયન છે અને તેણે આ વર્ષે ઈંગ્લેન્ડને ૨-૧ી હરાવ્યું હતું. તેણે કહ્યું કે, વેસ્ટ ઈન્ડીઝને હરાવવું ઘણું મુશ્કેલ હશે. ટી૨૦ તેમના માટે અનુકૂળ ફોર્મેટ છે. તેમને ટી૨૦માં રમવાનું પસંદ છે અને તે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે.
ગાંગુલીએ કહ્યું કે, વન-ડે અને ટેસ્ટમાં પણ ભારતને ત્યાં ભારે ટક્કર મળશે.