કોંગ્રેસના અધ્યક્ષ પદની લડાઈ હવે સાંસદ શશિ થરૂર અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે જંગ
કોંગ્રેસના અધ્યક્ષ પદની લડાઈ હવે સાંસદ શશિ થરૂર અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે છે. ખડગે ગાંધી પરિવારની પસંદ હોવાનું અને તેઓ સતત આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે શશિ થરૂરે એક મહત્વનું નિવેદનઆપ્યું છે.
થરૂરના કહેવા પ્રમાણે તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી પાછીપાની નહીં કરે. તેઓ પોતાને સમર્થન આપનારા લોકો સાથે વિશ્વાસઘાત નહીં કરે.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે પાર્ટીએ નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારથી થરૂરે પોતે ચૂંટણી લડશે તેવી જાહેરાતકરી હતી.
તેમના સામે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડવાના હતા પરંતુ પ્રદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને ચૂંટણી લડવા ઈનકાર કરી દીધો હતો.આ બધા વચ્ચે દિગ્વિજય સિંહનું નામ પણ રેસમાં આવ્યું હતું પરંતુ બાદમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ નામાંકન દાખલ કર્યું હતું. ખડગેએ નામાંકન દાખલ કર્યું તે સમયે પાર્ટીના અનેક ટોચના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે થરૂર પાર્ટીના કાર્યકરો વડે ઘેરાયેલા હતા.