ઈડરના વસાઈના સીમાડામાંથી બે દિવસમાં કુદરતી ચંદનના 20 ઝાડની  ચોરી

ઈડર તાલુકાના વસાઈ ગામના સીમાડામાંથી બે દિવસમાં 20 જેટલા કુદરતી રીતે ઉગેલા ચંદનના ઝાડ કાપી ને ચંદન ચોરો પલાયન થતાં સમગ્ર પંથકમાં ચંદનની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે તાજેતરમાં જ ઈડરના બડોલીમાં 27 જેટલા ચંદનના ઝાડ ચોરાયા હતાં તે અગાઉ ચાડપ પંથકમાંથી પણ ચંદનના ઝાડ ચોરાયાની બૂમ આવી હતી.

ઈડરના રાજચંદ્રવિહાર તેમજ ઈડર વલાસણા રોડ પર આવેલા ખેતરમાંથી ચંદન ચોરીની ઘટના સામે આવી હતી ચંદન ચોરો ચંદનના ઝાડમાંથી સુગંધીદાર લાકડું કાઢી કોઈ વાહનમા ભરીને પલાયન થઈ જતાં હોય છે ચંદન ચોરીના ચંદન ચોરોને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી હતી અને તેમાં મુખ્ય સૂત્રધાર સાથે કેટલાક ઈસમોને પકડીને જેલ હવાલે કર્યા હતા પરંતુ ફરી એકવાર વસાઈમાં ચંદન ચોરાયાની ઘટના બનતા સમગ્ર ઈડર પંથકમાં હડકંપ મચી ગયો હતો આ ઘટનાની જાણ ઈડર પોલીસ સ્ટેશનના પી.આઈ ઓ.કે.જાડેજા થતાં પી.આઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈડર પંથકમાં સક્રિય બનેલી ચંદન ચોર ગેંગને ઝડપી પાડવા તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ બાબતે અબતકના પ્રતિનિધિ સાથે વાત કરતા જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમે રાત્રીના સમયે નાઈટ પોઈન્ટો ગોઠવ્યા છે અને એલ.સી.બી સહિતની ટીમોને કામે લગાડી છે અને ચંદન ચોરોને ઝડપી પાડવા માટે અમારો પ્રયત્ન પુરેપુરો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.