આપણે જોઇએ છીએ કે ફ્રિઝના દરવાજામાં ચુંબક લાગેલુ હોય છે. પરંતુ શું તમે જાણો છે કે આ ચુંબક લગાવવા પાછળનું કારણ શું છે જો તમે ક્યારેય એવુ વિચાર્યુ ન હોય તો તમને જણાવી દઇએ તેની પાછળનું મોટુ કારણ.

પહેલા ફ્રિઝમાં કડી લગાવવામાં આવતી હતી. તમે જૂની ફિલ્મોમાં જોયુ હશે કે તે સમયે ફ્રિઝના દરવાજા પર કડી લગાવવામાં આવતીહતી. તે સમયે અનેક બાળકો દ્વારા પોતાને ફ્રિઝમાં બંધ કરી દેવાની વાતો. સામે આવવા લાગી. બંધ થઇ જવાના કારણે બાળકો તેમાં લોક થઇ જતા અને ગભરામણ થવાના કારણે તેમનું મૃત્યુ થતુ હતું. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ અમેરિકામાં ૧૯૫૬ રેફ્રિજેટર સેફ્ટી એક્ટ પાસ કરવામાં આવ્યો. જેમાં આ વાતનો ઉલ્લેખ કરાયો કે ફ્રિઝ એવા બનાવવા જેને અંદરની તરફથી પણ સરળતાથી ખોલી શકાય.

કેલિફોર્નિયામાં આવો કાયદો પસાર કરવામાં આવ્યો. તેની પાછળનું મુખ્ય કારણએ હતું કે જો બાળકો અંદર બંધ થઇ જાય તો તે જાતે જ દરવાજો ખોલી બહાર આવી શકે. આ પછી ફ્રિઝના દરવાજામાં મેગ્નેટ સ્ટ્રિપ લગાવવામાં આવી. એર પ્રુફ સીલ હોવાને કારણે તેનાથી દરવાજા સરળતાથી ખૂલવા લાગ્યા. તે સમયે તેનુ ટેસ્ટિંગ કરવા માટે બાળકોને અંદર બંધ કરીને તેમની મદદથી જ દરવાજો ખોલવામાં આવતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.