ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળે નવા વર્ષે અધિકારીઓ અને કર્મચારીઓને પુષ્પ આપી સંકલ્પ લેવડાવ્યા

અબતક, રાજકોટ

આજથી વર્ષ-2022નો શુભારંભ થઇ ચુક્યો છે ત્યારે કોર્પોરેશનના ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળના હોદ્ેદારોએ એક નવીન પ્રયોગ કર્યો હતો. જેમાં તમામ અધિકારીઓને ગુલાબનું ફૂલ આપી નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી સાથોસાથ હવેથી સમયસર ઓફિસે આવશે અને જવાબદારીપૂર્વક ફરજ અદા કરશે તેવા સંકલ્પ પણ લેવડાવ્યા હતાં. રાજકોટ મહાનગરપાલીકાના કર્મચારીઓ દ્વારા વિકાસના કાર્યો પોતાનો સીહફાળો આપી તેમનું કર્તવ્યનું પાલન કરવા ઉપરાંત કુદરતી કે આકસ્મિક આફતો વખતે પણ  કર્મચારીઓ અગ્રેસર રહેતા અને  રાજ્યમાં કોઇપણ સ્થળે ગમે તેવી જરૂરત પડે ત્યારે  મદદરૂપ થવા બોલાવવામાં આવે છે. અને તે કર્મચારીઓ પુરા ખંતથી પોતાની જવાબદારી નિભાવતા હોય છે

કંઈક નવીન અને ઉપયોગી કાર્ય કરી એક નવા અભિગમની શરુઆત કરી એક નવું દ્રષ્ટાંત પુરું પાડે છે . જેના અનુસંધાને આજે  શનિવારે  એક નવા અભિગમની શરૂઆત રૂપે દરેક કર્મચારી એક સંકલ્પ કરશે કે આજથી તે પોતાની ફરજ પર નિયમિત સમયસર હાજર રહેશે . પ્રજાહિતના કાર્યોમાં અગ્રેસર રહેશે . સંસ્થાનું ગૌરવ વધે તથા કાર્યો કરી રાજ્યના વિકાસ રાષ્ટ્રના વિકાસ માટેના કાર્યમાં સિંહફાળો આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.