મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનું અદકે‚ સન્માન કરાયું
મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિતે ભકિતભાવપૂર્વ ઉજવણી કરવામાં આવેલ હતું. જૈન સમાજના પ્રિય એવા આવો રે આવો મહાવીર નામ લઈએ… ભકિત સંગીતમાં સતત ૪થા વર્ષે રાજકોટનો જૈન સમાજ ઉમટી પડયો હતો. આ વર્ષે સુપ્રસિઘ્ધ સ્તવનકાર અંકુર શાહ (સુરત), ભાસ્કર શુકલ (રાજકોટ), નિધી ધોળકિયા (રાજકોટ) તથા મૃંદુગ વૃંદના રાસ અને તેમની ટીમ ભકિતસંગીતમાં તરબોળ કરેલ હતા. આ કાર્યક્રમમાં વિજયભાઈ ‚પાણી વિશેષ ઉપસ્થિત રહેલ હતા. રાજકોટના જૈન સમાજના ગૌરવ‚પી અને બી.સી.સી.આઈના પુર્વ સેક્રેટરી, નિરંજનભાઈ શાહનું જૈન સમાજ દ્વારા અદકે‚ સન્માન યોજાયેલ હતું. વિઝન ૨૦-૨૦ દ્વારા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું શાહી અભિવાદન કરવામાં આવેલ હતુ અને વિઝન ૨૦-૨૦ મહિલા ટીમ દ્વારા અંજલીબેન ‚પાણીનું સરપ્રાઈઝ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને ગૌ રક્ષાનો કડક કાયદો લઈ આવતા વિઝન ૨૦-૨૦ દ્વારા ગૌ માતાની મૂર્તિ સ્વ‚પે વિજયભાઈનું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું.
ભકિત સંગીતના કાર્યક્રમમાં સ્વ.પિયુષભાઈ કામદાર તથા સ્વ.હીરાબેન છોટાલાલ શાહ પરિવાર તથા અનિલભાઈ વાઘર, જયેશભાઈ શાહ, પરમપૂજય નયપદ્મસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હસ્તે રાજુભાઈ કેસ્ટ્રોલનો વિશેષ સહયોગ મળેલ હતો. ભકિત સંગીતમાં ભગવાન મહાવીરના જન્મ સમયે સિઘ્ધાર્થ રાજા અને માતા ત્રિ શાલા બનવાનો
લાભ જયેશભાઈ શાહ (સોનમ કલોક પ્રા.લી.-મોરબી)એ લાભ લીધેલ હતો.
મહાવીર જન્મ કલ્યાણક ઉપક્રમે બાલભવનમાં ઉભી કરવામાં આવેલી મહાવીરનગરીમાં યોજાયેલા આવો રે આવો મહાવીર નામ લઈએ ભકિત સંગીત કાર્યક્રમમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતા શાહ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધનસુખભાઈ ભંડેરી, નિતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, ડે.કલેકટર હર્ષદ વોરા, સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી, અનિલ દેસાઈ, કમલેશ શાહ, પિયુષ મહેતા, ડો.મેહુલ ‚પાણી, અમીનેશ ‚પાણી, ભુપતભાઈ તલાટીયા, મયુરભાઈ શાહ, મહેન્દ્ર ભરવાડા, નિલેશ ભાલાણી, જયેશ વસા, નિલેશ કામદાર, ડો.ભાવિન કોઠારી, અમિત દોશી, પિયુષ દોશી, અબતકના સતિષભાઈ મહેતા, નિલેષભાઈ શાહ, નિલેશ કામદાર, ડોલરભાઈ કોઠારી, મહેન્દ્રભાઈ ભરવાડા, કૌશિક વિરાણી, જયવંતભાઈ ભરવાડા, અરવિંદભાઈ વોરા, લલિતભાઈ મણિયાર, ભીમભાઈ, ડો.ભાવિન કોઠારી, ડો.પારસ શાહ, કુમાર શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાઓનું પાઘડી પહેરાવી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ દાતાઓમાં દામીનીબેન કામદાર, જયેશ શાહ (સોનમ કલોક-મોરબી), યોગેશભાઈ શાહ (આર્કેડીયા શેર્સ), રાજુભાઈ કેસ્ટ્રોલ, અનિશભાઈ વાઘર, કેયુર વોરા, નિતિનભાઈ કામદાર, રાજુભાઈ સંઘવી, ભદ્રેશ કોઠારી, ગિરીશ મહેતા, અલકેશ ગોસલિયા, ડો.અમિત હપાણી, દિનેશ દોશી, જીતુભાઈ મારવાડી, જીતુભાઈ બેનાણી, નિર્મલભાઈ શાહ, વિભાષ શેઠ, અલ્કેશભાઈ ગોસલીયા, જશ્મીન ધોળકિયા, સુજીત ઉદાણી, જશવંત મહેતા, જીતુ કોઠારી, કાર્તિક દોશી, છોટાલાલ રાજપાલ મહેતા વગેરેનો સમાવેશ થાય છે.
આ ભકિતસંગીતમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ઉપસ્થિતિમાં ટીમ આવો રે આવો મહાવીર દ્વારા મેડીકલ સહાય યોજના અને સમુહ લગ્ન ઉત્સવ તથા એજયુકેશન સહાય યોજના સેવાના કાર્યો જાહેર કરવામાં આવેલ. ચારેય ફીરકાના આગેવાનો અને જૈન જૈનેતરોને ભકિતસંગીતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાવીરનગરી બાલભવન ખાતે ઉપસ્થિત લોકો માટે સુંદર બેઠક એરેન્જમેન્ટ કરવામાં આવેલ હતી. સમગ્ર ગ્રાઉન્ડમાં ગ્રીન ફલોરીંગ, રેડ કાર્પેટ તથા બે એલઈડી સ્ક્રીન દ્વારા કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ અબતક ચેનલ દ્વારા મુંબઈ સુધી જૈનજૈનંતરોએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોયું હતું.
અદ્ભુત સેટ કિશોર સચદેવે કરેલ હતો. જયારે રાસોત્સવના કાર્યક્રમમાં મૃંદગવૃંદ જમાવટ કરેલ હતી. આ કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે ડો.મેહુલ દવે અને તેજશ શીંસીગીયાએ કરેલ હતી. જાણીતા સિઘ્ધી વિનાયક મંડપ સર્વિસવાળા સુરેશભાઈ રાચ્છની જવાબદારીમાં સુંદર મહાવીરનગરી આકાર પામેલ હતી અને દોશી ઈલેકટ્રોનિકસ જુગલભાઈ દોશી દ્વારા સુંદર ગ્રાઉન્ડ લાઈટીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજકોટના પ્રસિઘ્ધ સુર સાઉન્ડવાળા જનકભાઈ દવે દ્વારા સાઉન્ડ સીસ્ટમની ગોઠવણ કરવામાં આવેલ હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મિલન કોઠારી, સી.એમ.શેઠ, ભરત દોશી, આશિષ ગાંધી, ધીરેન ભરવાડા, બ્રીજેશ મહેતા, ધ્રુમીલ પારેખ, રાજેશ સંઘવી, જેનીશ અજમેરા, અખિલ શાહ, અતુલ સંઘવી, તુષાર ધ્રુવ, મૃનાલ અવલાણી, જય કામદાર, નૈમિષ પુનાતર, રજત સંઘવી, વિશેષ કામદાર, ‚ષભ શેઠ, રાજેશ વિરાણી, તુષાર ધ્રુવ, વિપુલ મહેતા, કૃણાલ મહેતા, અતુલ શાહ, મનિષ દોશી, હિમાંશુ ખજુરીયા, ચંદ્રેશ કોઠારી, સચિન વોરા, ભાવેશ પારેખ, જતીન સંઘાણી, કેતન વખારીયા, હિમાંશુ પારેખ, મિલન મહેતા, જયદત સંઘાણી, નેવિધ પારેખ, હર્ષિલ શાહ, પ્રફુલાબેન મહેતા, યોગનાબેન મહેતા, વિણાબેન શેઠ, અ‚ણાબેન મણીયાર, બીનાબેન વાઘર, સુલોચનાબેન ગાંધી, નીરાલી પારેખ, સેજલબેન અવલાણી, ખુશ્બુ ભરવાડા, મિતલ વોરા, નીશા દોશી, સંગીત કોઠારી, પ્રતિભાબેન મહેતા, ભાવનાબેન ગોડા, શીતલબેન મહેતા, પ્રગતિબેન શેઠ, રાશી સંઘવી, રેખાબેન શાહ, જાગૃતિબેન વોરા, રત્નાબેન કોઠારી સહિતના આગેવાનો જહેમત ઉઠાવી હતી.