પ્રવિણભા ચારણીય દ્વારા રચના અને સ્વર
અઢારેય વરણ અને દરેક વયની વ્યકિતને ગમે અને માતાજીનો સમગ્ર વિશ્વના ગુજરાતીઓ કે જેઓના ભાવ અને લાગણી સંકળાયેલા છે. તેવા આઈ શ્રી ખોડીયાર માં નો ભાવ એક ગીતના રૂપમાં ‘અવતારી આઈ ખોડલ’ જે યુ-ટયુબ પર આવેલ ચેનલ પ્રવિણભા ચારણીયા દ્વારા રજૂ કરવામાં આવશે.
આ ગીત તા.૨૫.૧ના રોજ યુ ટયુબ પર રજૂ થશે. તો બધા જ માતાજીના ભકતો અને જે માતાજી સાથેનો એક ભાવ સંકળાયેલો છે. જેમાં ગુજરાતની સંસ્કૃતિને અને તેના લોકઢાળોને જીવંત રાખવા નવા રૂપ રંગમાં આ ગીતોમાં કંડારાયેલા છે. જેમા અત્યારના યુવાનોને ધ્યાને લઈ દેશી ઢબમાં ઢાળી રજૂ કરવામાં આવ્યું છે. આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાનો એક પ્રયાસ કર્યો છે.
આ ગીતનું સંગીત ભાવિક જોષીએ કરેલ છે. અને આ ગીતની રચના અને સ્વર પ્રવિણભા ચારણિયાએ આપેલ છે. તથા આ ગીતના દિગ્દર્શક રાજ્ઞેશ ઈન્દ્રોડિયા છે. તો આગીત તા.૨૫.૧થી યુ-ટયુબ પર લોકો માણી શકશે.