શહેરના ૧૦૭ સ્થળોએ ૪૮૭ સીસીટીવી કેમેરાનું ટેસ્ટીંગ સફળ: ૨૨મીએ મુખ્યમંત્રી કરશે લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઈ-વે પ્રોજેકટ અંતર્ગત રૂ. ૪૭ કરોડના ખર્ચે પ્રથમ ફેઈઝમાં શહેરના ૧૦૭ લોકેશન પર ૪૮૭ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જેનું સફળતાપૂર્વક થઈ ગયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી ૨૨મી સપ્ટેમ્બરના રોજ આ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ આઈ-વે પ્રોજેકટમાં વાતાવરણ, અવાજ અને પ્રદૂષણ સહિત ૨૫થી વધુ એલર્ટ મળશે જેમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધી જશે ત્યારે, સાઉન્ડ ડેસીબલ વધી જશે ત્યારે, તાપમાનનો પારો ૪૫ ડીગ્રી વધશે ત્યારે, ભેજનું પ્રમાણ ૮૦ ટકાથી વધશે ત્યારે, સીટી બસ અને બીઆરટીએસની સ્પીડ ૫૫ કિ.મી.થી વધશે ત્યારે અને આજી તથા ન્યારી ડેમ હાઈએસ્ટ લેવલથી ૦.૫ ફૂટે વધુ ઓવરફલો થતા હશે ત્યારે મહાપાલિકાને એલર્ટ મળતા રહેશે.આ ઉપરાંત રાજમાર્ગો પર આવેલા મહાપાલિકાની માલીકીના પ્લોટ પર કોઈ વ્યક્તિ દબાણ ન કરે તે માટે આઈ-વે પ્રોજેકટ અંતર્ગત અહી ટ્રીપ વાયર નાખવામાં આવશે. હાલ પ્રાયોગીક ધોરણે ૧૫૦ ફૂટ રીંગ પર મહાપાલિકાના પ્લોટ પર ટ્રીપ વાયર નાખવામાં આવ્યો છે. જયાં કોઈ દબાણ કરશે તો તરત ખ્યાલ આવી જશે. આઈ-વે પ્રોજેકટ અંતર્ગત શહેરમાં રૂ .૬૯ કરોડના ખર્ચે ૧૦૦૦ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે. પ્રથમ તબકકામાં શહેરના ૧૦૭ લોકેશન પર ૪૮૭ કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જેનું ટેસ્ટીંગ પણ સફળતાપૂર્વક થઈ ચૂકયું હોય. આગામી ૨૨મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ પ્રોજેકટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.