હા, અમે ભેળસેળિયા સીંગતેલનો વેપાર કરીએ છીએ નહીં તો, સીંગતેલનો ડબો પાંચ હજારમાં પણ ન મળે! એસો. પ્રમુખનો બફાટ
વિરમગામ ગોળપીઠા વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં તમે બીજા નામથી તેલ લાવીને ડિસ્કો તેલ સીંગતેલ ના નામે વેચાણ કરો છો કહી ધાકધમકી આપી તોડ કરતા અમદાવાદનો ખાનગી ચેનલ નો ચીફ એડિટર ઝડપાયો હતો.
અમદાવાદ નો હસમુખ વ્યાસ છેલ્લા બે દિવસથી વિરમગામ ગોળપીઠા બજારમાં તેલનો હોલસેલ વેપાર કરતા વેપારીઓના ત્યાં ગ્રાહક તરીકે જઇ તેલ ની બ્રાન્ડ વગેરેની પૂછપરછ કરી વેપારીને જણાવતો કે તમે વિવિધ બોગસ નામે તેલ રિફાઇનરીઓ પાસેથી જીએસટી વગર તેલની ખરીદી કરી ભેળસેળિયા ડિસ્કો તેલનો વેચાણ કરો છો જે બાબતની વાત કરી વેપારીઓને દબાણમાં લાવી તોડ કરતો હતો
જેમાં વિરમગામ શહેરની રામ દર્શન ટ્રેડિંગ માંથી રૂપિયા 21000/- અને શાંતિ ટ્રેડિંગ માથે રૂપિયા 11000/- નો તોડ 27 જુલાઈ ના રોજ કરેલ હતો અને 28 જુલાઈના રોજ વિવિધ દુકાનોમાં ભાવતાલ પૂછી રઘુવીર ટ્રેડિંગમાં તોડની માગણી કરતા વેપારીઓને જાણ થતા મોટા પ્રમાણમાં વેપારીઓએ ભેગા થઈ ગયેલ અને ગોળ પીઠા વેપારી એસોસીએશન ના પ્રમુખ રાજુભાઈ ઠક્કર ને બોલાવતા તેઓએ જણાવેલ કે હા અમે ડિસ્કો તેલ નો વેપાર કરીએ છીએ તેમ કહી વિરમગામ ટાઉન પોલીસને ફોન કરી બોલાવી પોલીસને સોંપી કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી
ગોળપીઠા વેપારીએ એસોસિએશન ના પ્રમુખ રાજુભાઈ ઠક્કર જાહેરમાં મીડિયા સમક્ષ વટાણા વેરી નાખ્યા અને શેખી મારી કહ્યુ કે કલેકટર અને મામલતદાર ને પણ ઊભા ન રહેવા દઉં પણ આ વ્યાપારીઓએ રૂપિયા આપતા પહેલા મને બોલાવ્યો નહીં અમે વિવિધ ભેળસેળિયું ડિસ્કો તેલ વેચીએ છીએ નહીતો સીંગતેલ તેલનો ડબ્બો 5000/- રૂપિયામાં પણ ન મળે.