- પોરબંદરના લોકોની અપેક્ષા મુજબ જ વિકાસ થશે
- પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અને વિધાનસભા માટે અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી
લોકસભા ચૂંટણી જંગ નું રણ સિંગું ફૂંકાઈ ચુક્યું છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા એ ઉમેદવારી પત્ર ભરતા જ લોકોમાંથી જબ્બર સમર્થન મળી રહ્યું છે બંને ઉમેદવારોને લોકોમાંથી સ્વયંભૂ આવકાર મળી રહ્યો છે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા બંને ઉમેદવારોએ ધર્મસ્થલોની મુલાકાત લીધી હતી. વહેલી સવારે ભોજેશ્વર મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ખારવા પંચાયત મંદિરે આગેવાનો સાથે બેઠક યોજ હતી કીર્તિ મંદિર ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં સુદામા ચોક નજીક આવેલ હનુમાન મંદિર ખાતે પવનપુત્ર ના આશીર્વાદ મેળવ્યા હતા અને અંતે સુદામા મંદિર ખાતે સુદામાજીના આશીર્વાદ મેળવીને ચૂંટણી નું રણ સિંગું ફૂંક્યું હતું.
અબ તક સાથેની વાતચીતમાં ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ વિજય વિશ્વાસ ની સાથે સાથે પોરબંદરના નાગરિકોની અપેક્ષા સેવી છે તે મુજબની કામગીરી કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરીને આયાતી ઉમેદવાર તરીકેના અપ્રચાર નો જવાબ આપી જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે સમગ્ર દેશને પરિવાર માનીને સેવા કરી રહ્યા છે ત્યારે જિલ્લા બાદ પ્રાંતવાદ જેવા નકારાત્મક પ્રચાર ને લોકો ઓળખી ગયા છે ગુજરાતની 26 એ 26 બેઠકો અને દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 400 પ્લસ બેઠકો સાથે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ ફરીથી સતારૂઢ થશે તેવું આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો
પ્રશ્ન: પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસ દરમિયાન તમારી નજરે કયા કયા પ્રશ્નો એવા છે કે જેને ઉજાગર કરી શકાય?
ડોક્ટર મનસુખભાઈ માંડવીયા :પ્રથમ તો મને એ વાતનો સંતોષ છે કે મારા એક મહિનાના લોક સંપર્કમાં સ્થાનિક સ્તરે ક્યાંય લોકોમાં અસંતોષ જોવા નથી મળ્યો.. નરેન્દ્ર મોદીના કામની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે ,25 વર્ષનો સરકારનું શાસન છે લોકોને તે અંગે લોકો કહે છે કે અત્યાર સુધી જે થયું તે સારું છે અને હજુ પણ વધુ સારું થશે..
અહીં તમામ વિસ્તારમાં સંતોષ જનક રીતે કામગીરી થઈ રહી છે, દાખલા તરીકે ઘેડ પંથકમાં ઓજતના પાણી ફરી વળે છે, પૂર આવે છે ખેતીને નુકસાન થાય છે આ અંગ લોકોએ કહ્યું કે નુકસાન નું વળતર મંજુર થયું છે તે જલ્દી મળે તેવું કરાવો..
પોરબંદર આવ્યો ત્યારે લોકોએ કહ્યું કે પોરબંદરનો વિકાસ પર્યટન ઉદ્યોગ ના વિકાસ, નિયમિત હવાઈ સેવા ની લોકોની અપેક્ષા છે અમારું પણ ઉત્તરદાયિત્વ છે કે અમે તેમની અપેક્ષાઓ પૂરી કરીએ…
પ્રશ્ન: પોરબંદરની ઓળખ સુદામા મંદિર ,ટુરીઝમ વિકાસ અને એરપોર્ટ સહિતની સુવિધાઓ માટે તમારું શું આયોજન છે?
ડોક્ટર મનસુખભાઈ માંડવીયા: ચોક્કસપણે અહીંના વિકાસને આગળ વધારવા ની અમારી ફરજ છે, અમે તે પૂરી કરશું જ. સરકાર આ વિકાસના કામોને અગ્રતા આપશે સમય મુજબ વિકાસની પરિભાષા બદલાતી હોય છે એક સમય હતો કે રોડ રસ્તાની સુવિધા ઉભી કરવાની જરૂર હતી ત્યારે કામ થયું હવે પરિવર્તન થયું છે ત્યારે પર્યટન ક્ષેત્રના વિકાસ માટેના કામો થશે
પોરબંદર દરિયા કિનારે નેશનલ હાઈવે કનેક્ટિવિટી મળી ગઈ છે એરપોર્ટ છે તે સંકલન કરીને તેનો વિકાસ થવો જોઈએ હું શિપિંગ મિનિસ્ટર હતો મારા અનુભવનો ઉપયોગ કરી પોરબંદર માટે ક્રૂઝ ટુરીઝમ નો વિકાસ કરવાની ઈચ્છા છે
પ્રશ્ન: લોકસભા મત વિસ્તારમાં તમારા 20 દિવસના પ્રવાસમાં લોકોનો કેવો પ્રતિભાવ મળ્યો?
ડોક્ટરમનસુખભાઈ માંડવીયા મને લોકસભા મત વિસ્તારમાં ખૂબ જ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે, મને વિશ્વાસ છે કે અમે પાંચ લાખ પ્લસની લીડ થી જીતીશું ,ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો જીતીશું દિલ્હીમાં ભાજપ 370 પ્લસ એનડીએ 400 પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં સરકાર બનાવશે
પ્રશ્ન: તમારા વિશે કોંગ્રેસ આયાતી ઉમેદવાર તરીકેનો પ્રચાર કરે છે તમારું શું કહેવું છે?
ડોક્ટર મનસુખભાઈ માંડવીયા; કોંગ્રેસ પાસે નકારાત્મક રાજકારણ સિવાય કોઈ મુદ્દા નથી, નરેન્દ્ર મોદી જ્યારે આખા દેશને પરિવાર કહેતા હોય ત્યારે તમે ક્ષેત્રવાદ કરશો, જિલ્લા વાદ કરશો ,તે કેટલા અંશે ઉચિત? બીજું કોણ ક્યાંથી આવે છે મહત્વનું નથી કોણ શું કરે છે? શું કરશે ?એ મહત્વ નું છે,જનતા પર મને પૂરો ભરોસો છે કે જનતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે મારી સાથે જોડાયેલી છે અને મોદીજી પ્રત્યે તેમને શ્રદ્ધાછે એટલે અમે બહુ સારું પરિણામ લાવશું
ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ ઉમેદવારી પત્ર ભરીને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે હું પોરબંદરમાં માત્ર ચૂંટણી જીતવા નથી આવ્યો લોકોના દિલ જીતવા આવ્યો છું .
મનસુખભાઈ માંડવીયા અને અર્જુનભાઈ મોઢવાડિયા ની જીત માટે ઐતિહાસિક માહોલ સર્જાયો હતો અને ભવ્ય રેલી યોજાઇ હતી ઠેર ઠેર જિંદગી મેદનીએ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક રિલાયન્સના પરિમલભાઈ નથવાણી રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પૂર્વ મંત્રીઓ જીતુભાઈ વાઘાણી આરતી ફળદુ જયેશભાઇ રાદડિયા સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી બાબુભાઈ બોખીરીયા મહેન્દ્રસિંહ સરવૈયા ભીખાભાઈ બારૈયા અમરીશભાઈ સ્થાનિક ધારાસભ્યો તથા સંગઠનના તમામ સ્થળના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા